Gujarati News

Gujarati News

News of Saturday, 17th March 2018

પાકિસ્‍તાનના પૂર્વ રાષ્‍ટ્રપતિ પરવેઝ મુર્શ્રફને મોટો ઝટકો : રાજદ્રોહના મામલાની સુનાવણી કરી રહેલ કોર્ટે તેમનો પાસપોર્ટ –રાષ્‍ટ્રીય ઓળખ પત્ર સસ્‍પેન્‍ડ કરવા આદેશ આપ્‍યો

ઈસ્લામાબાદ: ઇસ્‍લામાબાદ પૂર્વ રાષ્‍ટ્રપતિ પરવેઝ મુશર્રફને મોટો ઝાટકો લાગ્‍યો છે. રાજદ્રોહના મામલાની સુનવણી કરી રહેલ કોર્ટે તેમનો પાસપોર્ટ તથા રાષ્‍ટ્રીય ઓળખ સસ્‍પેન્‍ડ કરવા સરકારને આદેશ આપ્‍યો છે.

. ગત સપ્તાહ વિશેષ કોર્ટે દુબઈમાં રહેતા પૂર્વ રાષ્ટ્રપતિની ધરપકડ અને તેમની તમામ સંપત્તિ જપ્ત કરવાના નિર્દેશ આપ્યા હતાં. કોર્ટમાં 2007માં દેશમાં કટોકટી લાગુ કરવાથી લઈને ભાગેડુ અપરાધી વિરુદ્ધ દાખલ રાજદ્રોહના મામલાની સુનાવણી થઈ રહી છે.

મુશર્રફ (74) પર 2007માં કટોકટી લાગુ કરવાથી લઈને માર્ચ 2014માં રાજદ્રોહના આરોપ લાગ્યા છે.  આ દરમિયાન અનેક વરિષ્ઠ જજોને નજરકેદ  કરાયા હતાં અને 100થી વધુ જજોને તેમના પદો પરથી હટાવવામાં આવ્યાં હતાં.

વિશેષ કોર્ટે આ અગાઉ ગૃહ મંત્રાલયને મુશર્રફની ધરપકડ માટે ઈન્ટરપોલનો સંપર્ક કરવા માટે જણાવ્યું હતું. ધ એક્સપ્રેસ ટ્રિબ્યુને વિશેષ કોર્ટના ચાર પૃષ્ઠ આદેશોને ગણાવતા કહ્યું કે જો મુશર્રફ ગૃહ મંત્રાલયને સુરક્ષા માટે લેખિતમાં આગ્રહ કરવામાં નિષ્ફળ રહે છે તો સરકાર આરોપીની ધરપકડને સુનિશ્ચિત કરવા, તેના રાષ્ટ્રીય ઓળખ પત્ર, અને પાસપોર્ટને સસ્પેન્ડ કરવાની દિશામાં પગલું ઉઠાવી શકે છે. જો સંઘીય સરકાર તેમના પાસપોર્ટ અને રાષ્ટ્રીય ઓળખ પત્રને સસ્પેન્ડ કરે તો તેઓ કોઈ પણ દેશનો પ્રવાસ કરી શકશે નહીં. રાજદ્રોહના મામલે દોષિત ઠર્યા બાદ ફાંસી કે આજીવન કારાવાસની સજાની જોગવાઈ છે.

(12:45 am IST)