Gujarati News

Gujarati News

News of Saturday, 17th March 2018

જર્મનીના નવા ગૃહ પ્રધાન હોર્સ્ટ સીહોફરનું કહેવું છે કે ઇસ્‍લામનો સંબંધ તેમના દેશ સાથે નથી : જર્મનીના ચાન્‍સેલર અેન્‍જેલા મર્કેલની નીતિઓથી વિરોધાભાસી

જર્મની: જર્મનીના નવા ગૃહ પ્રધાન હોર્સ્ટ સીંહોફરનું કહેવું છે કે ઇસ્‍લામનો સંબંધ તેમના દેશ સાથે નથી અને જર્મનીના ચાન્‍સેલર અેન્‍જેલા મર્કેલની નીતીઓથી વિરોધાભાસી વિચાર તેમના દ્વારા વ્‍યકત કરાયો છે.

જર્મનીના નવા ગૃહ પ્રધાન લાંબા સમયથી એન્જેલા મર્કેલની શરણાર્થી નીતિના તીખા ટીકાકાર રહ્યા છે. પરંતુ હવે તેઓ તેમની સાથે નવી ગઠબંધન સરકારમાં જવાબદાર પદે છે. સીહોફરનું નિવેદન દક્ષિણપંથી અલ્ટરનેટિવ ફોર જર્મનીના વોટરોને પોતાના તરફ પાછા ખેંચવાની કોશિશ તરીકે જોવાઈ રહ્યું છે. જો કે એન્જેલા મર્કેલે જર્મનીના નવા ગૃહ પ્રધાન હોર્સ્ટ સીહોફરના નિવેદનથી અંતર બનાવવા વિલંબ કર્યો નથી. એક સ્થાનિક અખબાર બિલ્જને આપેલા ઈન્ટરવ્યૂમાં સીહોફરએ કહ્યુ હતુ કે ક્રીશ્ચાનિટીએ જર્મનીને આકાર આપ્યો છે અને દેશને પોતાની સંસ્કૃતિ ભૂલવી જોઈએ નહીં. તેમણે કહ્યુ છે કે ઈસ્લામનો જર્મની સાથે કોઈ સંબંધ નથી. જર્મનીના નવા ગૃહ પ્રધાને કહ્યુ છે કે જે મુસ્લિમ લોકો જર્મનો વચ્ચે રહે છે. તેઓ સ્વાભાવિકપણે જર્મનીના છે. પરંતુ તેનો અર્થ એ નથી કે જર્મનોએ પોતાની સંસ્કૃતિ અને પહેરવેશને છોડી દેવો જોઈએ. તેમણે કહ્યુ છે કે મુસ્લિમો જર્મનો સથે રહે. પરંતુ તેઓ જર્મનોની પછી અથવા તેમની વિરુદ્ધ હોવા જોઈએ નહીં. મહત્વપૂર્ણ છે કે સીહોફર એન્જેલા મર્કેલના વબેરિયા રાજ્યના સાથીપક્ષ ક્રીશ્ચયન સોશયલ યૂનિયનના નેતા છે. મહત્વપૂર્ણ છે કે મર્કેલે 2015માં કહ્યુ હતુ કે ઈસ્લામ જર્મનીનો હિસ્સો છે.. આ નિવેદન સીરિયાના શરણાર્થીઓ વિરુદ્ધ થઈ રહેલા વિરોધ-પ્રદર્શનો મામલે આપ્યું હતું. જર્મનીમાં 40 લાખ મુસ્લિમો પણ રહે છે. એન્જેલા મર્કેલ બુધવારે જર્મનીના ચોથી વખત ચાન્સેલર બન્યા છે. તેમની પાર્ટી ખ્રિશ્ચિયન ડેમોક્રેટિક યૂનિયન ઓફ જર્મની અને સીહોફરની પાર્ટી ક્રીશ્ચિયન સોશયલ યૂનિયનના ગઠબંધનને વિશ્વયુદ્ધ બાદ પહેલીવાર 1949માં થયેલી ચૂંટણી બાદ સૌથી ઓછા વોટ મળ્યા છે.સ્લામ સાથે જર્મનીને કોઇ સંબંધ નથી : ક્રિશ્ચાનિટીએ જર્મનીને આકાર આપ્યો છે.

(12:43 am IST)