Gujarati News

Gujarati News

News of Saturday, 17th March 2018

અખબારી કાગળની કિંમતમાં છેલ્લા ૬ માસમાં ૪૦ ટકાનો વધારોઃ દેશમાં જરૂરિયાત કરતા ઓછુ ઉત્‍પાદન હોવાથી તેમજ વિદેશોથી આયાત કરાતા કાગળના ભાવોમાં વધારો થવાથી પ્રિન્‍ટ મિડીયા માટે કપરા દિવસો

ન્યુદિલ્‍હીઃ છેલ્લા ૬ માસમાં જ અખબારી કાગળની કિંમતમાં ૪૦ ટકા જેટલો વધારો થતા અખબારો માટે કપરા દિવસો શરૂ થયા છે.જે મુજબ ભારત દેશ માટે અખબારી કાગળની જરૂરિયાત વાર્ષિક ૨૮ લાખ ટનની હોવા સામે ઉત્‍પાદન તેનાથી અર્ધુ એટલે કે ૧૪ લાખ ટન જેટલું થાયછે પરિણામે આ કાગળ વિદેશથી આપાત કરવા પડે છે. જેની કિંમત હજુ ૬ માસ પહેલા ૧ ટનના ૩૭ હજાર રૂપિયા હતી તે હવે બાવન હજાર રૂપિયા થઇ ગઇ છે.

અમેરિકા તથા યુરોપના દેશોમાંથી આપાત કરાતા આ કાગળનું સૌથી મોટુ વરાક ચીન છે. જે મોંઘી કિંમતે પણ કાગળ ખરીદી લે છે. પરિણામે ભારતે પણ ઊંચી કિંમતે કાગળ ખરીદવો પડે છે. ઉપરાંત સમગ્ર વિશ્વમાં પણ અખબારી કાગળનું ઉત્‍પાદન ઘટતા અમુક કારખાનાઓ બંધ પડી જવા પામ્‍યા છે. આમ હવે આપાત થતા કાગળ મોંઘા થવાથી અખબારો ઉપર સંકટના વાદળો ઘેરાયા છે. તેવું સમાચાર ડોટ કોમ દ્વારા જાણવા મળે છે.

(9:08 pm IST)