Gujarati News

Gujarati News

News of Saturday, 17th March 2018

પારદર્શક વહીવટ આપવા માટે મોદી સરકારનું ઐતિહાસિક કદમઃ કેન્દ્ર સરકાર સંચાલિત ૩ મિડીયા યુનિટનું એકમાં વિલીનીકરણ કરી દેવાયું: વિઝયુઅલ પબ્લીસીટી, ફિલ્ડ પબ્લીસીટી, તથા સોન્ગ એન્ડ ડ્રામા ડીવીઝનનો નવનિર્મિત ''બ્યુરો ઓફ આઉટરીચ કોમ્યુનિકેશન (BOC)''માં સમાવેશઃ તમામ કામગીરી ઓનલાઇન થશેઃ સરકારી જાહેરાતો તથા પેમેન્ટ મેળવવા માટે મીડિયા તંત્ર હવે દિલ્હીના ધક્કા ખાવામાંથી મુકતઃ સકર્યુલેશન મુજબ જાહેરાતો મળશે

ન્યુ દિલ્હીઃ પારદર્શક વહીવટ આપવા માટે કેન્દ્રની મોદી સરકારએ ઐતિહાસિક કદમ ભર્યુ છે જે મુજબ કેન્દ્ર સરકાર સંચાલિત ૩ મિડીયા યુનિટનું એક જ યુનિટમાં વિલિનિકરણ કરી દેવાયુ છે. જેનું નામ ''બ્યુરો ઓફ આઉટરીચ કોમ્યુનિકેશન'' રાખવામાં આવ્યું છે જે ઇન્ફોર્મેશન એન્ડ બ્રોડકાસ્ટીંગ વિભાગ સંભાળશે.

અત્યાર સુધી જે ૩ મિડીયા મિડીયા યુનિટ હતા તે મુજબ જાહેરાત વિભાગ માટે ''ડાયરેકટ્રેટ ઓફ એડવર્ટાઇઝીંગ એન્ડ વિઝયુઅલ પબ્લીસીટી (DAVP) હતું. જેનુ કામ અખબારો, મેગેઝીન, તેમજ ન્યુઝ ચેનલો સહિતના માધ્યમોમાં સરકારી જાહેરાતો આપવાનું હતું. જેની સાથે મીડિયા માધ્યમોએ ફરજીયાત મીઠા સંબંધો રાખવા પડતા હતા. જેથી ઓછુ સકર્યુલેશન ધરાવતા વર્તમાનપત્રો પણ મોટી રકમની જાહેરાતો મેળવી શકતા હતા.

બીજુ યુનિટ ડાયરેકટ્રેટ ઓફ ફિલ્ડ પબ્લીસીટી હતું તથા ત્રીજુ યુનિટ સોન્ગ એન્ડ ડ્રામા ક્ષેત્રે કાર્યરત હતું.

હવે આ ત્રણે યુનિટો એક યુનિટમાં પરિવર્તિત કરી દેવાયા છે જે ''બ્યુરો ઓફ આઉટરીચ કોમ્યુનિકેશન (BOC)'' તરીકે ઓળખાશે. એટલું જ નહિં આ નવા બનાવાયેલા યુનિટનું મોટા ભાગનું કામ ઓનલાઇન કરી દેવાયુ છે પરિણામે મીડિયા તંત્રએ સરકારી પેમેન્ટ મેળવવા માટે દિલ્હીના ધકકા નહીં ખાવા પડે તેવું સમાચાર મિડીયા ડોટ કોમ દ્વારા જાણવા મળે છે.

(8:27 pm IST)