Gujarati News

Gujarati News

News of Saturday, 17th March 2018

અમ્પાયરે નો-બોલ નહિ આપતા મામલો બીચકયો, બાંગ્લાદેશની ટીમનો ડ્રામા શ્રીલંકાની ટીમ સાથે પાંચ મીનીટ સુધી ચાલ્યો

કોલંબોઃ અહીના  આર. પ્રેમદાસા સ્ટેડિયમમાં  શ્રીલંકાની ટીમ સાથે મેચ દરમિયાન અમ્પાયરે નો બોલ નહિ આપતા થયેલી રકઝક બાદ  રિસાયેલી બાંગ્લાદેશની ટીમનો ડ્રામા સતત પાંચેક મીનીટ સુધી ચાલુ રહેતા મેચ  જોવા આવેલા હજારો દર્શકો તે સમયે હેરાન રહી ગયા હતા. 

જયારે નિદાહાસ ટ્રોફીના છઠ્ઠા મુકાબલામાં છેલ્લી ઓવરમાં બાંગ્લાદેશના કેપ્ટન શાકિબ અલ હસને અચાનક પોતાના ખેલાડીઓને પાછા પેવેલિયન બોલાવવા લાગ્યો. આટલું જ નહીં, આ દરમિયાન બાંગ્લાદેશી અને શ્રીલંકાઈ ક્રિકેટર્સ વચ્ચે તકરાર પણ થઈ. જોકે લગભગ 5 મિનિટ સુધી ચાલેલા આ ઘટના ક્રેમનો પૂર્વ બાંગ્લાદેશી ક્રિકેટર ખાલિદ મહેમૂદે અંત લાવ્યો. તેના સમજાવવા બાદ શાકિબે પોતાના ખેલાડીઓને રમવા માટે પાછા મોકલ્યા. જો બાંગ્લાદેશી બેટ્સમેન બેટિંગ માટે ન આવી હોત તો ટૂર્નામેન્ટથી ડિસકવોલિફાઈ કરી દેવામાં આવેત અને શ્રીલંકા ફાઈનલમાં પહોંચી જાત.

છગ્ગો ફટકારીને બાંગ્લાદેશને જીત અપાવનારા મહેમુદુલ્લાહે મેચ બાદ જણાવ્યું કે છેલ્લી ઓવરની શરૂઆતમાં બે બોલ ખંભાની ઉપરથી ગયા છતા અમ્પાયરે નોબોલ ન આપ્યો. તેના કારણે અમે વિરોધ કર્યો. જણાવી દઈએ કે આ ઓવર ઉદાના ફેંકી રહ્યો હતો. આ દ્યટના બાદ બાંગ્લાદેશને જીત માટે 4 બોલમાં 12 રન જોઈતા હતા.

મહમુદુલ્લાહએ આગલા 3 બોલમાં મેચ ખતમ કરી

જયારે બંને બેટ્સમેન પાછા ક્રીઝ પર પહોંચ્યા તો બંને ખેલાડીઓમાં ગુસ્સો દેખાઈ રહ્યો હતો. મહમુદુલ્લાહએ ઓવરના ત્રીજા બોલે ચોગ્ગો, ચોથા બોલે 2 રન અને 5®¾‚ બોલ પર છગ્ગો ફટકારીને બાંગ્લાદેશને એક બોલ પહેલા જીત અપાવી દીધી. બાંગ્લાદેશની ટીમ  આવતીકાલે રવિવારે ભારત સામે  ફાઈનલ મુકાબલો રમશે.

 બાંગ્લાદેશી ક્રિકેટરોએ લાંબા સમય સુધી મેદાન પર જશ્નના રૂપમાં નાગિન ડાન્સ કર્યો. જોકે જીત બાદ શાકિબ અલ હસન અને મહમુદુલ્લાહ પોતાના ખેલાડીઓને સંભાળતો દેખાયો. મેચ રેફરી ક્રિસ બ્રોડ, ફીલ્ડ અમ્પાયર રૂચિરા પલ્લિયાગુરુગે અને રવિન્દ્ર વિમલસિરીએ આ મામલા પર એકશન લઈ શકે છે.

(6:02 pm IST)