Gujarati News

Gujarati News

News of Saturday, 17th March 2018

અભિનેત્રી શ્રેયા સરને સાદાઇથી પાડયા પ્રભુતામાં પગલા... પરિવાર સાથે મિત્રો, સબંધીઓની ઉપસ્થિતિ

નવી દિલ્હીઃ  બોલીવુડની અભિનેત્રી શ્રેયા સરને પોતાના બોયફ્રેન્ડ સાથે  પરિવારજનો, સબંધીઓ અને મિત્રોની ઉપસ્થિતિમાં સાદાઇથી પ્રભુતામાં પગલા  પાડયા છે

શ્રેયાને જયારે પણ લગ્ન વિશે પૂછવામાં આવતું ત્યારે તે કંઈ પણ બોલવાનો ઈનકાર કરતી. ત્યારે હવે શ્રેયાએ રશિયન બોયફ્રેંડ આંદ્રઈ કોશ્યિવ સાથે હિંદુ વિધિ વિધાન મુજબ  નજીકના મિત્રો અને પરિવારની હાજરીમાં લગ્ન કરી લીધા છે.  શ્રેયાએ ફિલ્મ ઈંડસ્ટ્રીના તેના મિત્રો માટે એક પ્રી-વેડિંગ પાર્ટી પણ રાખી હતી.

અભિનેત્રીના નજીકના સૂત્રોએ જણાવ્યું હતું કે, લગ્નમાં સેલિબ્રિટી ગેસ્ટ તરીકે ફકત શ્રેયાના પાડોશી અને અભિનેતા મનોજ બાજપેયી પત્ની સાથે  હાજર રહયા હતા.

પહેલા એવી પણ અફવા હતી કે શ્રેયા 18 માર્ચે ધામધૂમથી રાજસ્થાનના ઉદયપુરમાં લગ્ન કરશે. ત્રણ દિવસનું ગ્રાંડ ફંકશન હશે તેવી પણ ચર્ચા હતી. પણ આખરે તમામ અટકળો પર પૂર્ણ વિરામ મૂકતા શ્રેયાએ સાદાઈથી લગ્ન કરી લીધા.

 

(6:01 pm IST)