Gujarati News

Gujarati News

News of Saturday, 17th March 2018

હવે પોતાના નામથી જ કરશે ટ્વિટ

રાહુલ ગાંધીએ ટ્વિટર હેન્ડલમાં કર્યો ફેરફાર

નવી દિલ્હી તા. ૧૭ : કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી ભાજપ અને મોદી સરકાર વિરૂદ્ઘ સોશિયલ મીડિયાનો ખુબ ઉપયોગ કરે છે. તેમાં પણ ટ્વિટર પર રાહુલ ગાંધી વધારે સક્રિય રહે છે. હવે રાહુલ ગાંધીએ તેમનું ટ્વિટર હેન્ડલ પણ બદલી નાખ્યું છે.

અત્યાર સુધી રાહુલ ગાંધી જે પણ ટ્વિટ કરતાં હતાં, તે @officeofRG ટ્વિટર હેન્ડલથી થતાં હતાં, પરંતુ હવે તેમણે પોતાનું ટ્વિટર હેન્ડલ બદલી નાખ્યું છે. રાહુલ ગાંધીનું આ નવું ટ્વિટર હેન્ડલ હવેથી @RahulGandhi થઈ ગયું છે.

ટ્વિટર હેન્ડલ બદલવાની સાથો સાથ રાહુલ ગાંધીએ પોતાનું પ્રોફાઈલ પિકચર પણ બદલી નાખ્યું છે. હવે રાહુલ ગાંધીએ કાળુ જેકેટ પહેરેલા ફોટો ટ્વિટર પર મુકયા છે. જયારે આ અગાઉ રાહુલ ગાંધી સફેદ કુર્તામાં નજરે પડતાં હતાં.

રાહુલ ગાંધીના ટ્વિટર હેન્ડલ બદલવાની જાણકારી કોંગ્રેસ પાર્ટીના સત્ત્।ાવાર ટ્વિટર હેન્ડલ પરથી આપવામાં આવી હતી. પાર્ટીએ કહ્યું હતું કે, રાહુલ ગાંધીનું ટ્વિટર હેંડલ બદલાઈ ગયું છે. કોંગ્રેસના સોશિયલ મીડિયા પ્રમુખ દિવ્યા સંદના રામ્યાએ પણ આ બાબતની જાણકારી આપી હતી.

ઉલ્લેખનીય છે કે રાહુલ ગાંધીના ભાષણ સાથે આજે પાર્ટીના મહાઅધિવેશનનો પ્રારંભ થશે. આ અધિવેશનમાં પાર્ટીની આગામી પાંચ વર્ષની દશા અને દિશા નક્કી થશે. તે દરમિયાન આર્થિક અને વિદેશી મુદ્દા સહિત ચાર મહત્વપૂર્ણ પ્રસ્તાવ પસાર કરવામાં આવશે. આ મહાઅધિવેશન દિલ્હીના ઈંદિરા ગાંધી ઈનડોર સ્ટેડિયમમાં યોજાશે. રાહુલ ગાંધીએ પોતાના નવા ટ્વિટર હેન્ડલ પર સૌથી પહેલા આ કાર્યક્રમ સાથે સંબંધિત ટ્વીટ કર્યું હતું.(૨૧.૨૫)

 

(3:52 pm IST)