Gujarati News

Gujarati News

News of Saturday, 17th March 2018

'આપ' ભડકો 'ભભૂકી' ઉઠયો

કેજરીવાલની ભૂંડી દશા : 'આપ' બળવાખોરો નવો પક્ષ રચવા તલપાપડ : મોડેથી જાહેરાત

ચંદીગઢ, તા. ૧૭ : આમ આદમી પાર્ટી (AAP)ના પ્રમુખ અરવિંદ કેજરીવાલ દ્વારા પૂર્વ મંત્રી અને શિરોમણી અકાલી દળના નેતા વિક્રમ મજીઠીયાની માફી માગવી પંજાબમાં એએપીને ખૂબ ભારે પડી રહી છે. પંજાબ AAPમાં આવેલો ભૂકંપ રોકાવવાનું નામ નથી લઇ રહ્યો અને પંજાબમાં પાર્ટીના અસ્તિત્વ ખતમ થવાના આરે છે. પાર્ટીના બાગી ધારાસભ્ય અને નેતા પંજાબમાં AAPથી અલગ થઇને નવી પાર્ટી બનાવવાની તૈયારીમાં છે. આજે આ વિશે તેઓ મોટી જાહેરાત કરી શકે છે. પંજાબમાં એએપીના ર૦ ધારાસભ્યોમાંથી ૧પ બાગી થઇ ચૂકયા છે.

કેજરીવાલના નિર્ણયથી નારાજ આપના બાગી ધારાસભ્યોએ નવી પાર્ટી બનાવવાને લઇને સલાહ લેવાની શરૂ કરી દીધી છે. શકયતા છે કે આજે કે આગામી એક-બે દિસોમાં નવી પાર્ટી કયાં રૂપમાં હશે તેનો ખુલાસો કરવામાં આવી શકે છે. પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ભગવંત માન અને ઉપાધ્યક્ષ અમર અરોરા પોતાના પદો પરથી રાજીનામા આપી ચૂકયા છે. AAPથી રાષ્ટ્રીય એકમથી અલગ થઇને AAP પંજાબ કે કોઇ અન્ય પાર્ટીના બેનર હેઠળ બાગી ધારાસભ્ય એકત્ર થઇ શકે છે.  પક્ષ પલટા કાયદા હેઠળ કાર્યવાહીથી બચવા માટે એએપીના ૧પ ધારાસભ્યો એક મંચ પર હોવા જોઇએ. શુક્રવારે AAP ધારાસભ્ય દળની બેઠકમાં ૧પ ધારાસભ્યોએ સ્પષ્ટ કરી દીધું છે કે પંજાબમાં તેઓ રાષ્ટ્રીય એકમથી અલગ રસ્તા પર ચાલશે.

(3:45 pm IST)