Gujarati News

Gujarati News

News of Saturday, 17th March 2018

ચીનમાં જીનપીંગ યુગનો પ્રારંભઃ અમર્યાદીત સમય માટે સર્વ સત્તાધીશ

 બીજીગઃ ચીનમાં રાષ્ટ્રપતિ શી જીનપીંગ માટે બે વાર કાર્યકાળની સત્તા સમાપ્ત કર્યા બાદ આજે નવી સરકારની શરૂઆત થઇ રહી છે. માઓ બાદ જીનપીંગ પહેલા નેતા છે  જેના  માટે કાર્યકાળની અવધી હટાવી દેવામાં આવી છે. વડાપ્રધાન લી કવીંગને છોડીને આખા કેબીનેટ અને સેન્ટ્રલ બેંકના ગર્વનર સહિત બધા પદ ઉપર નવા અધિકારીઓ કમાન સંભાળશે.

 જો કે બધાની નજર ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર ઉપર ટકી છે કેમકે એનપીસી (નેશનલ પીપલ્સ કોંગ્રેસ) એ રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ  માટે બે વાર કાર્યકાળનો સમય પુરો કર્યો છે. સંશોધન બાદ ૬૪ વર્ષીય જીનપીંગ આજીવન સત્તામાં રહેશે પણ તેમના નજીકના સહયોગી વાંગ કાઇશાન તેમની શકિતને વધારી શકે છે.

 વાંગ કાઇશાને છેલ્લા પાંચ વર્ષોમાં સશકત રીતે ભષ્ટ્રાચાર નિરોધક અભિયાન ચલાવ્યું છે જેમા એકસો મંત્રી, અધિકારીઓ સહિત પાંચ લાખથી વધુ લોકોને સજા ફટકારવામાં આવી છે. વાંગેને પદ છોડવું પડશે કે કેમ  તેઓ ૬૮ વર્ષથી વધુની વયના છે અને ચીનમાં ટોચના અધિકારીઓની વય મર્યાદા પણ ૬૮ વર્ષ જ છે. જો કે તેમને ઉપરરાષ્ટ્રપતિ બનાવાય તેવી શકયતાઓ પણ નકારી શકાય તેમ નથી. (૪૦.૪)

 

(2:43 pm IST)