Gujarati News

Gujarati News

News of Saturday, 17th March 2018

મહિલા રીપોર્ટરે પ્રશ્ન પૂછયો તો મંત્રીએ કહ્યું,'તમે સુંદર લાગો છો'!

આરોગ્ય મંત્રીની ટિપ્પણી ઉપર વિવાદઃ પાછળથી માફી માંગી

ચેન્નઈ, તા. ૧૭ :. તમિલનાડુના સ્વાસ્થ્ય મંત્રી સી. વિજયભાસ્કરને મહિલા રિપોર્ટરે સવાલ પૂછ્યો તો જવાબ આપવાને બદલે મંત્રીએ રિપોર્ટને સુંદર લાગો છો તેમ કહ્યું.  મુખ્ય કાર્યાલય ખાતે ધારાસભ્યોની મીટિંગ યોજાઈ હતી. મીટિંગમાંથી બહાર આવતા રિપોર્ટરે સી. વિજયભાસ્કરને મીટિંગમાં લેવાયેલા નિર્ણયો અંગે સવાલ પૂછ્યો. જેના પર મંત્રીએ જવાબ આપવાને બદલે કહ્યું, તમે ખૂબ સુંદર લાગો છો.

રિપોર્ટરે બીજો સવાલ પૂછ્યો ત્યારે પણ આ જ જવાબ આપ્યો. મંત્રીએ સતત ત્રણવાર રિપોર્ટરને સુંદર લાગો છો તેમ કહ્યું. એટલું જ નહીં રિપોર્ટરે અન્ય સવાલ કર્યો ત્યારે પણ મંત્રીએ તમને ચશ્મા સારા લાગે છેઙ્ખ તેમ કહ્યું.

મંત્રીની આ ટિપ્પણીની સામાજિક અને મહિલા અધિકાર કાર્યકર્તાએ નિંદા કરી. મહિલા એકિટવિસ્ટ બ્રિંદા દિંગે કહ્યું કે, આવી ટિપ્પણી મહિલાઓ પ્રત્યે તેમની વિચારધારા અને પિતૃસત્ત્।ાત્મક વલણને દર્શાવે છે.

(12:49 pm IST)