Gujarati News

Gujarati News

News of Saturday, 17th March 2018

તેલુગુ દેશમના પગલે હવે અકાલી દળ સહીત બે પક્ષોએ મોદી- શાહના નેતૃત્વ ઉપર સવાલો ઉઠાવ્યાઃ અત્યાર સુધી પ્રશંસના પુષ્પો વેરનાર હવે ધુંધવાયા

સલાહનો ધોધ વરસ્યો, અટલજીના સમયનો એનડીએ મોરચો રહયો નથી? તેમની વળ જૂદી હતી

નવી દિલ્હીઃ બે અઠવાડિયા પહેલા બીજેપીએ જયારે ત્રિપુરા, મેઘાલય અને નાગાલેન્ડમાં નરેન્દ્રભાઈ મોદી અને અમિતભાઈ શાહના નેતૃત્વમાં સફળતા મેળવી ત્યારે તેમના સહયોગી દળો તેમના વખાણ કરતા થાકતા ન હતા. પરંતુ, જયારે યુપી અને બિહારની ૩ લોકસભા પેટાચૂંટણીમાં બીજેપીને જયારે હારનો સામનો કરવો પડ્યો અને બીજી બાજ આંધ્રટીડીપીએ એનડીએનો સાથ છોડી દીધો પછી પ્રશંસા કરનારા જ તે જ હવે તેમના નેતૃત્વ પર સવાલો ઉઠાવી રહ્યું છે.

કેન્દ્રીય મંત્રી રામવિલાસ પાસવાનના દીકરા અને લોકજનશકિત પાર્ટી (એલપીજી) ના સાંસદ ચિરાગ પાસવાને કહ્યું કે પેટાચૂંટણીના પરિણામો ૨૦૧૯ની ચૂંટણી માટે સારો સંકેત નથી, આ ખતરાની ઘંટી છે. હજુપણ સમય છે, ગઠબંધનના સાથી દળો સાથે ચર્ચા-વિચારણા કર્યા પછી જ નિર્ણયો લેવામાં આવે. તેમણે આગળ કહ્યું કે બીજેપીએ પોતાના સહયોગીઓ સાથે મળીને આ પેટાચૂંટણીઓ પર ચિંતન કરવું જોઇએ. જે નારાજ સહયોગી છે, તેમની નારાજગીને દૂર કરવી જોઇએ, નહીંતો ૨૦૧૯માં મુશ્કેલીઓ આવશે.

ત્યારબાદ અકાલી દળના સાંસદ નરેશ ગુજરાલે કહ્યું કે આ વાત ધ્યાનમાં રાખવી જોઇતી હતી કે ૨૦૧૯માં કોઇ એક પક્ષની પૂર્ણ બહુમતની સરકાર નહીં બને. ગુજરાલે જણાવ્યું કે તે ટીડીપીની આંધ્રપ્રદેશને વિશેષ રાજયનો દરજ્જો આપવામાં આવેની માંગ સાથે સહમત છે. તેમણે એમપણ કહ્યું કે, ''હું છેલ્લા ત્રણ વર્ષથી કહી રહ્યો છું કે આ એનડીએ પાછલી એનડીએ જેવું કામ નથી કરી રહી. અટલીજીની વાત જ કંઇક અલગ હતી.''

નરેશ ગુજરાલે આગળ કહ્યું, ''મારંુ માનવું છે કે સમય આવી ગયો છે કે સાથી દળોને મહત્વ આપવામાં આવે. બીજેપીએ તમામ સાથી દળોનું, ભલે તે નાનું હોય કે મોટું, સન્માન કરવું જોઇએ અને તેમની વાતોને સાંભળવી જોઇએ કારણકે બધાની પોતપોતાની રાજકીય મજબૂરીઓ અને જરૂરિયાતો હોય છે. જો એવું નહીં થાય તો ૨૦૧૯માં એનડીએને નુકસાન થશે.''  તેમણે વધુમાં કહ્યું કે બીજેપીના કેટલાક નેતા કયારેક રામ મંદિર, કયારેક ગૌહત્યા જેવા અન્ય ઘણા મુદ્દાઓ લાવીને સરકારને એજન્ડાથી ભટકાવી મૂકે છે. (૩૦.૭)

(11:54 am IST)