Gujarati News

Gujarati News

News of Saturday, 17th March 2018

કાલે મધ્યરાત્રીથી મુંબઈમાં ઓલા - ઉબરના ડ્રાઈવરો હડતાલ ઉપર જશે

કંપની પોતાની ગાડી બંધ કરે : મહિને સવા લાખ મળવા જોઈએ

મુંબઈ : મુંબઈમાં દોડતી એપ આધારીત ટેકસી સર્વિસ 'ઓલા'ના ડ્રાઈવરે સોમવારથી ઓફલાઈન જવાની જવાની જાહેરાત કરી છે, જેને કારણે ઓલા ટેકસી સર્વિસ પર આધાર રાખનાર મુંબઈગરાને મુશ્કેલી પડશે, એવી શકયતા આરટીઓ દ્વારા વ્યકત કરવામાં આવી રહી છે.

પોતાની માગણીઓ માટે ૧૯મી માર્ચ સોમવારે ઓલા ટેકસી ડ્રાઈવર હડતાલ પર ઉતરશે. મુંબઈ, બેંગ્લોર, પુણે, હૈદ્રાબાદ અને નવી દિલ્હી જેવા શહેરોમાં હડતાલની અસર જોવા મળશે. ડ્રાઈવર દ્વારા કંપની પાસેથી રૂ. ૧.૨૫ લાખની કમાણીની ખાતરી અને કંપનીની પોતાની ગાડીઓ બંધ કરવાની માગણી કરવામાં આવી રહી છે. મહારાષ્ટ્ર નવનિર્માણ વાહતુક સેનાના સંજય નાઈકે જણાવ્યુ હતું કે ઓલા - ઉબરના ડ્રાઈવર દ્વારા રૂ.૫ થી ૭ લાખનું રોકાણ કરવામાં આવતુ હોય છે અને મહિને રૂ.૧ લાખની આવકની અપેક્ષા રાખે છે, પણ હકીકતમાં તેનાથી અડધી જ કમાણી થતી હોય છે. ઓલા - ઉબર દ્વારા પહેલા કંપનીની માલિકીની ગાડીને પ્રાધાન્ય આપવામાં આવે છે અને ત્યારબાદ પોતાની ગાડી રજીસ્ટર કરાવનાર ડ્રાઈવરને. કંપનીના આ ધોરણને કારણે પણ ડ્રાઈવરોને નુકશાન થાય છે. જો અમારી માગણી પૂરી નહી થાય તો અમે લોકો લાંબી હડતાલ પર ઉતરીશુ, એવુ નાઈકે વધુમાં જણાવ્યુ હતું.(૩૭.૫)

(11:53 am IST)