Gujarati News

Gujarati News

News of Saturday, 17th March 2018

૧૪૦૦૦ કરોડના પ્રોફેશ્નલ ટેક્ષનો કોઈ પત્તો નથી!

સરકારે ૭ વર્ષમાં અધધધ ટેક્ષ ઉઘરાવી તો લીધો, પણ આ જંગી રકમ ગઈ કયા? મોટો ખળભળાટ

મુંબઈ : મહારાષ્ટ્રમાં છેલ્લા ૭ વર્ષમાં ૧૪,૦૪૭ કરોડનો પ્રોફેશ્નલ ટેક્ષ ઉઘરાવવામાં આવ્યો છે, સરકારી તિજોરીમાં જમા પણ થઈ ગયો છે ત્યારે આવડી મોટી જંગી રકમ ગઈ કયાં? એનો કોઈ તાળો - તાલમેલ મળતો નથી, આ રકમ પંજાબ નેશનલ બેન્કના ૧૨,૭૦૦ કરોડના કૌભાંડથી પણ મોટી છે, સરકારે આ રકમો ઉઘરાવી લીધી પણ તેને કઈ જગ્યાએ વાપરવામાં આવી, કયાં ગઈ તેનો કોઈ તાળો મળતો નહિં હોવાનું એક આરટીઆઈના જવાબમાં બહાર આવ્યુ છે. આરટીઆઈ એકટીવીસ્ટ અનિલ ગગલાણીએ મહારાષ્ટ્ર સરકારે દાખલ કરેલ પ્રોફેશ્નલ ટેકસ - વ્યવસાયિક વેરાની વિગતો જાણવા માગી હતી. રાજયમાં આ વેરો સેલટેક્ષ ઉઘરાવે છે. છેલ્લા ૭ વર્ષમાં (૨૦૧૦ થી ૨૦૧૭) ૧૪,૦૪૭ કરોડ આ વિભાગે પ્રોફેશ્નલ ટેક્ષના ઉઘરાવી લીધા છે. ૨૦૧૦-૧૧માં આ રકમ વર્ર્ષે ૧૬૮૩ કરોડ હતી જે વધી ૨૦૧૬-૧૭માં ૨૨૯૫ કરોડ જેવી જંગી આવકમાં ફેરવાયેલ. આમ આવડી મોટી રકમ મહારાષ્ટ્ર સરકારની તિજોરીમાં જમા તો થઈ જ છે પણ પ્રજાની આ રકમ કયાં વપરાઈ? કયાં ગઈ? તે પ્રજા હવે જાણવા માગે છે

(11:51 am IST)