Gujarati News

Gujarati News

News of Saturday, 17th March 2018

ઉતર પ્રદેશમાં મોટાપાયે ઉથલપાથલ : એક સાથે ૩૭ ટોચના અધિકારીઓને ફંગોળતા યોગી આદિત્યનાથ

મત ગણત્રીના આંકડા જાહેર નહિ કરીને વિવાદ સર્જનાર ગોરખપુરના જિલ્લા કલેકટર રાજીવ રોતૈલાને હટાવી વિજયન પાડિયનને મૂકયા : ગોરખપુર સંસદની પેટા ચૂંટણીના પ્રથમ રાઉન્ડમાં ભાજપના ઉમેદવાર ઉપેન્દ્ર શુકલા પ્રથમ રાઉન્ડમાં આગળ રહ્યા પછી બીજા રાઉન્ડમાં તેઓ સમાજવાદી પક્ષની પાછળ રહી ગયા તો કલેકટર રાજીવ રૌતેલાએ પરિણામો જાહેર કરવાનું જ બંધ કરી દીધેલ જેનો મોટો વિવાદ સર્જાયોઃ બરેલીના કલેકટર કેપ્ટન રાઘવેન્દ્રે પોતાની એક પોસ્ટમાં લખેલ કે 'અજબ રિવાઝબની ગયો છે, મુસ્લિમ લત્તાઓમાં જબર્દસ્તી જૂલુસ લઇ જાવ અને પાકિસ્તાન મુર્દાબાદના નારા લગાડો કેમ ભાઇ ? શું તેઓ પાકિસ્તાની છે ? ' આવું જ અહીં ચૂંટણી દરમિયાન ખૈલમમાં બન્યુ હતું  ફરી પથ્થરમારો થયો, ફરિયાદો લખવામાં આવેલ : કેસબુક પોસ્ટના કારણે ચર્ચામાં આવેલા રાઘવેન્દ્રસિંહની બદલી કરી દેવામાં આવી છે. મહત્વનું છે કે રાઘવેન્દ્રસિંહની ફેસબુક પોસ્ટ બાદ વિવાદ થયો હતો

(10:47 am IST)