Gujarati News

Gujarati News

News of Saturday, 17th March 2018

કુખ્‍યાત પાકિસ્તાની ગુપ્તચર અેજન્સી અાઇઅેસઆઇ હજુ પણ છાનેખુણે તાલીબાનને મદદ કરે છેઃ અમેરિકન સરકારના પ્રવક્તાનો દાવો

વોશિંગ્ટનઃ પાકિસ્તાની ગુપ્તચર અેજન્સી હજુ પણ છાને ખુણે તાલીબાનને મદદ કરી રહી હોવાનું આક્ષેપ અમેરિકન સરકારના પ્રવક્તા ડાના વાઇટે કર્યો છે.

પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી આઈએસઆઈ સરહદી વિસ્તારમાં હજી પણ તાલિબાનને છાનેછપને મદદ કરે છે. અમેરિકાએ બહાર પાડેલા અહેવાલમાં પાકિસ્તાના સરહદી વિસ્તારોમાં તાલોબાનો દ્વારા ઉપયોગમાં લેવાતા મહોલ્લાઓ અને તેની આસપાસના વિસ્તારોનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. અહેવાલમાં એ પણ આરોપ લગાવવામાં આવ્યો છે કે અફઘાનિસ્તાનમાંથી આતંકવાદીઓ બેધડક પાકિસ્તાનની સેનાના ગઢ ક્વેટામાં બિંદાસ રીતે આવતા જતાં રહે છે. અહીં તેઓ સેન્ય તથા આઈએસઆઈના અધિકારીઓ સાથે બેઠકો પણ યોજે છે.

પોતાને ત્યાં આતંકવાદ હોવાનો સતત નનૈયો ભણનારા પાકિસ્તાનને વોશિંગ્ટન સ્ટાઈમ્સે ખુલ્લું પાડ્યું છે. વોશિંગ્ટન પોસ્ટના અહેવલા પ્રમાણે, અમારૂ માનવું છે કે તાલિબાનના ટોચના નેતાઓ પશ્તુનાબાદ, ગુલિસ્તાન અને તેની આસપાસના વિસ્તારમાંથી સંચાલન ચલાવે છે. આ ઉપરાંત ક્વેટાથી 44 કિલોમીટર દૂર નાનો સરહદી જીલ્લો કિલા અબ્દુલ્લા પણ આવો જ એક વિસ્તાર છે જ્યાં તાલિબાન આઈએસઆઈ સાથે મળીને કામ કરી રહ્યું છે. જિલ્લાની અંદર ચમન નામના એક વિસ્તારની સરહદ અફઘાનિસ્તાનને અડે છે, જેને તાલિબાનનો ગઢ માનવામાં આવે છે. આ જગ્યા આતંકવાદીઓ માટે સ્વર્ગ સમાન છે. સ્થાનિક લોકો તાલિબાનોને અહીં તાલિબ્સ તરીકે ઓળખે છે. ઓટોમેટિક હથિયારોથી સજ્જ તાલિબાનના યોદ્ધાઓ મોટરસાઈકલ કે કારમાં બે થી પાંચની સંખ્યામાં ખુલેઆમ ફરતા જોવા મળે છે.

અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, આઈએસઆઈ પોતાના એસયૂવી વાહનનો ઉપયોગ કરીને સતત પેટ્રોલિંગ કરી તાલિબાનને કુચલકના મુખ્ય માર્ગ નજીક આવવાજવાની મદદ પુરી પાડે છે. આઈએસઆઈ સુરક્ષા ક્ષેત્રમાં આ એક ખુલુ રહસ્ય છે. સ્થાનિક પોલીસને અફઘાનિસ્તાનથી આવતા તાલિબાનોને રોકવાની મંજૂરી સુદ્ધા નથી. તાલિબાનના આતંકવાદીઓ પોતાને તાલિબ્સ ગણાવીને ચેક પોસ્ટ પર પોલીસને પોતાનું ઓળખપત્ર દેખાડવાનો પણ ઈનકાર કરી દે છે.

પાકિસ્તાની અર્ધસૈનિક દળોના ગઢ એવા ચમન સિટીન્મી નજીક ગુલદારા બાગીચા તાલિબાનના પરિવારોનું મુખ્ય નિવાસસ્થાન્મ છે અને આઈએસઆઈએ આ વિસ્તારમાં સ્થાનિક પોલીસ તથા પાકિસ્તાન ફ્રંટિયર કોરના પ્રવેશ તથા પેટ્રોલિંગ પર પ્રતિબંધ લગાવી દીધો છે. કિલી જહાંગીર પણ પોલીસ માટે પ્રતિબંધિત વિસ્તાર જ છે, કારણ કે અહીં પણ તાલિબાનના પરિવારો વસે છે. ગુપ્તચર સૂત્રોએ જણાવ્યું હતું કે, પશ્ચિમી દળો વિરૂદ્ધ અફઘાનિસ્તાનમાં તેમના અભિયાન બાદ દક્ષિણ ચમનના જંગલ તાલિબાન માટે સુરક્ષીત આશ્રયસ્થાન છે. સ્થાનિક પોલીસ તથા તાલિબાનો વચ્ચે ક્યારેક સંઘર્ષ પણ સર્જાય છે. પોલીસ તાલિબાનના આતંકવાદીઓની ધરપકડ કરે તો આઈએસઆઈ તરજ દરમિયાનગીરી કરીને તેમને છોડાવી લે છે.

અહેવાલ દરમિયાન જ પેંટાગોને કહ્યું છે કે, અમેરિકા ઈચ્છે છે કે, આ વિસ્તારમાં પાકિસ્તાન આતંકવાદ વિરૂદ્ધ કડક પગલા ભરે. પેંટાગોનના મુખ્ય પ્રવક્તા ડાના વાઈટે પોતાના સાપ્તાહિક પત્રકાર સમ્મેલનમાં કહ્યું હતું કે, સંરક્ષણ મંત્રીએ કહ્યું છ એકે, પાકિસ્તાન આ મામલે વધારે કડક કાર્યવાહી કરી શકે છે. અમને વિશ્વાસ છે કે પાકિસ્તાન આ વિસ્તારમાં આતંકવાદ વિરૂદ્ધની લડાઈમાં વધુ પગલા ભરશે.

(9:47 am IST)