Gujarati News

Gujarati News

News of Saturday, 17th March 2018

સોશ્યલ મીડિયામાં કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાને નિશાન બનાવાયા ?:ડાન્સ વિડિઓ વાયરલ :ડુપ્લીકેટ થકી મનોરંજન

-હૂબહૂ સિદ્ધારમૈયા જેવા દેખાતા ખેડૂત શખ્સનો ડાન્સ વિડિઓ -મેસેજ સોશ્યલ મીડિયામાં વાયરલ

 

બેંગ્લુરુ ;સોશ્યલ મીડિયામાં અનેકવિધ વિડીયો વાયરલ થતા હોય છે ત્યારે એક ડાન્સના વીડિયોને લઈને એવો દાવો થઈ રહ્યો છે કે આ કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયા છે કર્ણાટકમાં આગામી સમયમાં ચૂંટણીનો માહોલ જામવાનો છે. ત્યારે કર્ણાટકના મુખ્યમંત્રીને સોશિયલ મીડિયામાં નિશાન બનાવાયા છે અત્યાર સુધીમાં તેમના નામે ઘણા મેસેજ અને વીડિયો વાયરલ થઈ ચુક્યા છે. ત્યારે આ ડાન્સનો વીડિયો આજકાલ લોકોનું ખુબજ મનોરંજન કરી રહ્યું છે.

  વાયરલ વીડિયો પોસ્ટ કરવાની સાથે આપને વાયરલ મેસેજમાં લખ્યું છે સિદ્ધારમૈયાનો ડાન્સ.તો આ સાથે સુશીલ નામથી આ વીડિયો ટ્વીટ કરવામાં આવ્યો. જેમાં લખ્યું હતું કે સિદ્ધારમૈયા ડાન્સ યુનિક સ્ટાઈલમાં. બીજા પણ ઘણા યુટયુબ ચેનલ પર સીએમના ડાન્સનો વીડિયો હોવાનો દાવો કરાયો હતો.

 ફેસબૂક હોય કે ટ્વીટર. સીએમના ડાન્સના નામે આ વીડિયો ખુબજ ચર્ચામાં છે. અમુક ફેસબૂક પોસ્ટ પર તો લોકોએ સિદ્ધારમૈયાના નામે જ આ વીડિયો પોસ્ટ કર્યો છે. 

  વાયરલ વીડિયોમાં એક વ્યક્તિની એન્ટ્રી થાય છે જેનો પહેરવેશ સિદ્ધારમૈયા જેવો જ લાગે છે. જોકે ચહેરો સ્પષ્ટ રીતે જોઈ શકાતો નથી. વીડિયોમાં આસપાસ લોકો બેસી રહેલા જોવા મળે છે. જેમાં અમુક મહિલાઓ પણ છે. આ વ્યક્તિના ડાન્સને જોતા ઘણા લોકો હસી રહ્યા છે તો અમુક લોકો વીડિયો પણ બનાવી રહ્યા છે અને આ લોકોમાંથી જ એક વ્યક્તિ પોતાના મોબાઈલમાં ડાન્સનો વીડિયો રેકોર્ડ કરી રહ્યો છે.

  આ વાયરલ વીડિયોને પગલે અમુક સવાલો થઈ રહ્યા છે. શું ડાન્સ કરનાર વ્યક્તિ સિદ્ધારમૈયા છે..? કે પછી સિદ્ધારમૈયા જેવી દેખાતી કોઈ વ્યક્તિ છે..? આ વીડિયો ક્યારનો છે..? જોકે ડાન્સ પણ એટલો જ અનોખો છે. આ વ્યક્તિ પોતાના આગવા અંદાજમાં જે રીતે ડાન્સ કરી રહ્યો છે એ કોઈને પણ આકર્ષી લે તેમ છે તો ઘણાને હસવા માટે મજબૂર કરી દે.આખરે ઇન્ટરનેટમાં  આ વીડિયોની તપાસ હાથ ધરી ત્યારે જ એક અંગ્રેજી ન્યૂઝ વેબસાઈટમાં આ વીડિયો પર અહેવાલ મળી આવ્યો હતો.જેમાં સ્પષ્ટતા કરવામાં આવી હતી કે આ વીડિયો કર્ણાટકના CMનો નહીં પરંતુ એક ખેડૂતનો છે. જોકે આ ખેડૂત કોણ છે તેની તપાસ હાથ ધરાઈ ત્યારે અમને સુવર્ણા ન્યૂઝ પર આ વ્યક્તિનો ઈન્ટરવ્યુ જોવા મળ્યો. સુવર્ણા ન્યૂઝ ચેનલ પર એ ખેડૂતનો ઈન્ટરવ્યુ લેવાયો હતો જેઓ આબેહૂબ સિદ્ધારમૈયા જેવાજ દેખાય છે. માટે જ સોશિયલ મીડિયામાં સિદ્ધારમૈયાના નામે આ વીડિયો વાયરલ થયો જોકે હકીકત એકદમ જ અલગ છે.

 વાયરલ વીડિયોમાં ડાન્સ કરનાર એક ખેડૂત છે. આ વીડિયો CM સિદ્ધારમૈયાનો નથી. ખોટી રીતે આ વીડિયો વાયરલ થયો છે.વાયરલ વીડિયોને સિદ્ધારમૈયા સાથે કોઈ લેવાદેવા નથી.

(12:00 am IST)