Gujarati News

Gujarati News

News of Saturday, 17th March 2018

રાજ્ય સરકારના વલણથી અખાડા પરિષદ નારાજ 13 અખાડાઓ દ્વારા કુંભમાં શાહી સ્નાનનો બહિષ્કાર

ચક્રપાણી મહારાજ અને આચાર્ય પ્રમોદ કૃષ્ણનને નકલી બાબા જાહેર કરાયા

 

અલ્હાબાદ :રાજ્ય સરકારનાં વલણથી નારાજ અખિલ ભારતીય અખાડા પરિષદ નારાજ બની છે 13 અખાડાઓની બેઠકમાં સાધુ સંતોએ કુમ્ભ 2019નાં શાહી સ્નાનનો બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો છે. અખાડા પરિષેદ સ્થાયી નિર્માણ ચાલુ થવાનાં કારણે નારાજ છે. તમામ 13 અખાડાઓએ સરકાર દ્વારા તેમની માંગ નહી માનવાનાં કારણે ખફા છે.આ બેઠક પંચાયતી અખાડા, બડા ઉદાસીનમાં યોજાઇ હતી. 

   અખાડા પરિષદની મહત્વપુર્ણ બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો કે તમામ 13 અખાડાઓ કુંભ મેળામાં કોઇ સરકારી સુવિધા નહી લે. ઉપરાંત બેઠકમાં નિર્ણય લેવાયો કે કુંભનાં મેળાની સલાહકાર સમિતીએ અને માર્ગદર્શન મંડળમાં પણ સાધુ સંતો નહી રહે. બેઠકમાં કુંભ મુદ્દે પ્રસ્તાવો પાસ કરવામાં આવ્યા હતા . 

   બેઠક બાદ નકલી બાબાઓની યાદી બહાર પાડતા અખિલ ભારતીય અખાડા પરિષદે બે વધારે બાબાઓને નકલી ગણાવ્યા હતા. માહિતી અનુસાર ચક્રપાણી મહારાજ અને આચાર્ય પ્રમોદ કૃષ્ણનને નકલી બાબા જાહેર કરવામાં આવ્યા છે. અખાડા પરિષદનાં અધ્યક્ષ મહંત નરેન્દ્ર ગિરીએ કહ્યું કે, બંન્ને બાબા કોઇ સન્યાસી પરંપરાથી નથી આવતા. પહેલા આ ચર્ચા કરી હતી કે બેઠક બાદ બહાર પાડવાની ત્રીજી યાદીમાં ચાર નકલી બાબાઓનાં નામ હોઇ શકે છે. 

   અખિલ ભારતીય અખાડા પરિષદ દ્વારા ચક્રપાણી અને પ્રમોદ કૃષ્ણમને નકલી બાબા જાહેર કરવામાં આવ્યા બાદ બંન્ને અખાડા પરિષદ પર વળતો પ્રહાર કર્યો હતો. એક તરફ પ્રમોદ કૃષ્ણમે અખાડા પરિષદને બળાત્કારીઓનો અખાડો ગણાવ્યો હતો. તો ચક્રપાણીએ કહ્યું કે અખિલ અખાડા પરિષદનાં અધ્યક્ષને સંત સમાજમાંથી તત્કાલ પ્રભાવતી હાંકી કાઢવામાં આવ્યા છે. 

(12:00 am IST)