Gujarati News

Gujarati News

News of Saturday, 17th March 2018

દેશમાં પ્લાસ્ટિકની ચલણી નોટ આવશે :પાંચ શહેરોમાં ચલણમાં મુકાશે

2 હજારની નોટ બંધ કરવા કરવા સરકારની કોઈ જ યોજના નથી

નવી દિલ્હી :કેન્દ્ર સરકારે લોકસભામાં સ્પષ્ટતા કરી છે કે 2 હજારની નોટો બંધ કરવામાં આવશે નહીં તેમજ પ્રાયોગિક ધોરણે દેશના પાંચ શહેરોમાં 10ની પ્લાસ્ટિકની નોટો ચલણમાં મુકવામાં આવશે. જોકે આ પ્રયોગ ક્યારથી શરૂ થશે તે હજુ સુધી નક્કી નથી.

    કેન્દ્રના રાજ્ય કક્ષાના નાણાપ્રધાન પી. રાધાકૃષ્ણને એક પ્રશ્નના લેખિત જવાબમાં જણાવ્યું હતું કે નજીકના ભવિષ્યમાં નોટો બંધ કરવાની સરકારની કોઈ જ યોજના નથી. રૂ. 500 અને રૂ. 2000ની નોટોની સરળ ઓળખ માટે બંને નોટોમાં કદમાં 10 એમએમનું અંતર રખાયું છે.

કેન્દ્ર સરકારે કાળા નાણાં પર પ્રહાર કરવા તેમજ ડિજિટલ કરન્સીને પ્રોત્સાહન આપવા માટે નવમી નવેમ્બર રૂ. 500 અને રૂ. 1000ની ચલણી નોટો પાછી ખેંચી લીધી હતી.

    તેમણે વધુમાં જણાવ્યું હતું કે પાંચ શહેરોમાં પ્રાયોગિક ધોરણે રૂ. 10ની પ્લાસ્ટિકની નોટોનો આરંભ કરવાનો નિર્ણય લેવાયો છે. આ પાંચ શહેરોમાં કોચિ, મૈસુર, જયપુર, સિમલા અને ભુવનેશ્વરનો સમાવેશ થાય છે. આનો આરંભ ક્યારથી કરાશે તે અંગે હજુ સુધી કાંઈ નક્કી કરાયું નથી.

(12:00 am IST)