Gujarati News

Gujarati News

News of Saturday, 17th March 2018

હા, હું અલિશ્બા નામની છોકરીને દુબઇમાં મળ્યો હતો :મોહંમદ શમી

પોતાની બહેનના ઘરે આવી હતી અને મિત્રના સંબંધથી મળ્યો હતો :મેચ ફિક્સિંગની વાત ખોટી

 

નવી દિલ્હી :પત્નીને લઈને સ્પષ્ટતા કર્યા બાદ મહંમદ શમીએ મોટો ખુલાસો કર્યો છે તેને કહ્યું હતું કે, હું દુબઇમાં અલિશ્બા નામની છોકરીને મળ્યો હતો અને તે ઇન્સ્ટાગ્રામમાં તેને ફોલો કરે છે. આ રીતે બંને એકબીજાના પરિચયમાં આવ્યા હતા.

   અલિશ્બા દુબઇમાં પોતની બેનના ઘરે આવી હતી અને મિત્રના સંબંધથી મને મળી હતી. આમા કંઈ ખોટું નથી પણ મીડિયાએ આ વાતને ખોટી રીતે રજૂ કરી દીધી. તેની સાથે પૈસાને લઈને કોઈ વાતચીત થઈ નથી.

   મેચ ફિક્સિંગનો જે આરોપ છે તે ખોટો છે. ફિક્સિંગ અંગે હું વિચારી પણ ન શકું. મહંમદભાઈને બધા લોકો ઓળખે છે. ટીમના દરેક ખેલાડી સાથે તેની મુલાકાત થયેલી છે. હસિન પણ મહંમદભાઇને મળી ચૂકી છે અને તેની સાથે ડીનર પણ લીધુ છેં. હસિને અચાનક મેચ ફિક્સિંગનો આરોપ કેમ લગાવ્યો તેનો કોઈ ખ્યાલ નથી.

    ભારતીય ઝડપી બોલર મોહંમદ શમીની પત્ની હસીન જહાંએ શમી પર મેચ ફિક્સિંગના આરોપ બાદ બીસીસીઆઈએ પોતાની એન્ટિ કરપ્શન યૂનિટ (એસીયુ)ને શમી મામલાની તપાસ કરવા માટે કહ્યું છે.સુપ્રીમ કોર્ટ દ્વારા રચાયેલી સંચાલકોની સમિતિના ચીફ વિનોદ રાયે એસીયુના પ્રમુખ નીરજકુમારને ઇમેલ મોકલ્યો છે.તેઓએ આ આરોપોની તપાસ એક અઠવાડિયાની અંદર કરી રિપોર્ટ સોંપવા જણાવ્યું છે. તેઓએ આ મેલ બીસીસીઆઈના તમામ પદાધિકારીઓને માર્ક કર્યો છે.

(12:00 am IST)