Gujarati News

Gujarati News

News of Wednesday, 17th February 2021

સૌરભ પત્ની- પુત્રીને શોધવા દર વર્ષે કેદારનાથ આવે છે

કેદારનાથમાં પુરના ૮ વર્ષ બાદ પણ સ્વજનોની શોધ : ૪૦૦૦ ગુમ મૃદેહોની શોધવાની કામગીરી ખુબજ મંદ ગતિમાં, લોકોમાં સ્વજનોની હયાતી અંગે દ્વીધાની સ્થિતિ

નૈનીતાલ તા. ૧૭ : સૌરભ ભટ્ટની આશાઓ હજી જીવીત છે. તેઓ દર વર્ષે ૫૦૦ કિલોમીટરની મુસાફરી કરીને કાનપુરથી કેદારનાથ આવે છે. તેઓ ૨૦૧૩ પછી દર વર્ષે આવું કરે છે. તે ભયાનક વર્ષ છે જ્યારે સૌરભ પોતાની પત્ની રશ્મિ અને વર્ષની પુત્રી આસ્થા સાથે ચાર ધામ યાત્રા પર જતા હતા. તે સમયે પૂર આવ્યું અને તેમની સાથે હજારો લોકોનો જીવ ગયો.

હજી સુધી સૌરભને ખબર નથી કે તેમના પરિવાર સાથે શું થયું. તેથી તે દર વર્ષે પોતાના પરિવારની શોધમાં અહીં પહોંચે છે. કાનપુરમાં રહેતા સૌરભે કહ્યું, પરિવારને ગુમાવવો મોટો આંચકો છે. પણ તેમને શું થયું તે જાણવું મને તોડી નાખે છે. ભટ્ટ પોલીસ મથકો અને જિલ્લા કચેરીઓના ચક્કર લગાવતા રહ્યા. તેઓ સ્થાનિક લોકો સાથે તેમની દીકરી અને પત્ની વિશે કોઈ કડી મળે તે માટે વાતો પણ કરે છે.

ભટ્ટની જેમ સેંકડો લોકો આશરે વર્ષ પહેલાં બનેલી દુર્ઘટના પછી અનિશ્ચિતતાના ભંવરમાં ફસાયા છે. ૨૦૧૪માં ઉત્તરાખંડ હાઇકોર્ટમાં પીઆઈએલ (જાહેર હિતની અરજી) દાખલ કરવામાં આવી હતી. જેમાં રાજ્ય સરકારને લાપતા મૃતદેહોને સુનિશ્ચિત કરવા માટે સૂચના આપવાની માંગ કરવામાં આવી હતી. એક અંદાજ મુજબ લગભગ ગુમ થયેલા હજાર લોકોને મૃત માનવામાં આવ્યા હતા.

૨૦૧૮માં હાઈકોર્ટે ઉત્તરાખંડ સરકારમાંથી મૃતદેહો મેળવવા અંગે ડીએનએ નમૂનાઓ એકત્ર કરવા અને ગુમ થયેલા લોકોના અંતિમ સંસ્કારનો નિર્દેશ આપ્યો હતો. ભટ્ટ કહે છે, મેં મારા ડીએનએ સેમ્પલ આપી દીધા હતા, પરંતુ પરિવાર વિશે કોઈ સમાચાર મળ્યા નથી. ૨૦૧૯માં ભટ્ટે જાહેરાત કરી હતી કે જે કોઈ પણ તેમની પત્ની અને પુત્રી વિશે માહિતી આપશે તેને લાખ રૂપિયાનું ઇનામ આપવામાં આવશે. ભટ્ટ કહે છે, હું હજી રાહ જોઈ રહ્યો છું.

૯૦૦થી વધુ પરિવારોએ તેમના ડીએનએ નમૂનાઓ જિલ્લા વહીવટી તંત્રને પુરા પાડ્યા છે પરંતુ તેમાંથી ઘણા ઓછા મેચ થયા છે. દરમિયાન ગુમ મૃતદેહોને શોધવા રાજ્ય સરકારની પ્રગતિ ખૂબ ધીમી છે. ગયા વર્ષે ઓક્ટોબર સુધીમાં માત્ર ૭૦૦થી વધુ મૃતદેહો વિશે માહિતી મળી છે.

આંકડાને આધારે હાલમાં ૩૩૦૦થી વધુ લોકો ગુમ છે. ૨૦૧૯ સિવાય દર વર્ષે ગુમ થયેલા લોકોની શોધમાં ટીમો મોકલવામાં આવી હતી. ૨૦૧૩માં ૫૪૫ મૃતદેહો મળી આવ્યા હતા. તે સમયે ૨૦૧૪માં સર્ચ ટીમને ગુમ થયેલ ૬૩ લોકોના મૃતદેહો મળ્યા હતા. પરંતુ પછીના વર્ષે ફક્ત લાશ મળી આવી. વર્ષ ૨૦૧૬માં સર્ચ દરમિયાન ૬૦ લાપતા લોકોની લાશ મળી આવી હતી. ૨૦૧૭માં ફક્ત ગુમ થયેલા લોકોના મૃતદેહો મળી આવ્યા હતા. પછીના વર્ષે એટલે કે ૨૦૧૮માં ૨૧ ગુમ થયેલા લોકોના મૃતદેહો બહાર આવ્યા. ૨૦૧૯માં આવું કોઈ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જ્યારે ગયા વર્ષે ફક્ત ગુમ થયેલા લોકોની ડેડબોડી મળી હતી.

(7:27 pm IST)