Gujarati News

Gujarati News

News of Wednesday, 17th February 2021

અમેરિકી યાન પર્સવેરસનું કાલે મંગળ ઉપર લેન્ડીંગઃ માનવ જીવન અંગે નવો અધ્યાય શરૂ થશે

વોશિંગ્ટન,તા. ૧૭: ૨૪ કલાકથી પણ ઓછો સમય બચ્યો છે જ્યારે અમેરિકા દ્વારા મંગળગ્રહ માટે મિશન માર્સ હેઠળ મોકલાયેલ રોવર 'પર્સર્વરેસ' ઉતરશે. નાસા મિશન ઉપર ૧૯,૬૩૩ કરોડ રૂપિયા ખર્ચ કરી રહે છે.

મિશનનું લક્ષ્ય છે કે મંગળ ગ્રહ ઉપર અતીતમાં રહેલ જીવનતા નિશાત ગોતવા ત્યાંથી નમુના ભેગા કરવા અને તપાસ માટે પૃથ્વી ઉપર લાવવા. આ પહેલા મંગળની સપાટી ઉપર રોવર ઉતારવું પડકારભર્યુ છે. કેમ કે અહીં ૪૦ ટકા મિશન જ સફળ રહ્યા છે.

અમેરિકામાં આ મિશન ૩૦ જુલાઇ ૨૦૨૦ના રોજ રવાના કરેલ. સાડા ૬ મહિના બાદ તેનું રોવર મંગળના ક્રેટર જેજીરો ઉપર ઉતારાશે. ૨૦૨૧ની સ્કાય ટેકનીકથી જ આ રોવરને પણ ઉતારાશે. આ ટેકનીક સફળ રહેલ. કયુરોસીટી પર્સર્વરેસના લેન્ડીંગ સ્થળથી ૩૭૦૦ કિ.મી દુર કામ કરી રહ્યું છે. ૧૦૨૫ કિલોનું રોવર મંગળ ઉપર જીવન ચિહન ગોતવાની સાથે તેનો મોટો ડાટાપણ પૃથ્વી ઉપર મોકલશે.

તેન પરત લાવવા માટે નાસા અને યુરોપીય સ્પેસ એજન્સી ૨૦૩૧માં સંયુકત મીશન કરશે. આ સેમ્પલોની ધરતી ઉપર ઉંડાણથી તપાસ થશે.

કાલે ઇતિહાસ રચાશે મંગળ ઉપર સૌથી ખતરનાક જગ્યાએ નાસાનું રોવર ઉતરશે

આવતીકાલની ૧૮ ફેબ્રુઆરી ૨૦૨૧ની સાલ ઇતિહાસમાં નોંધાઇ જશે. અમેરિકી સ્પેસ એજન્સી નાસાના માર્સ રોવર વાહનને મંગળની સૌથી ખતરનાક જગ્યા ઉપર પરફેકટ લેન્ડીંગ કરાવાશે. મંગળ ઉપર નાસાનું આ પાંચમુ લેન્ડીંગ હશે તે મંગળ ગ્રહના 'જેજેરો ક્રેટર'માં ઉતરાણ કરશે. મંગળ ઉપર જીવનની ઉત્પતિ, જીવનની સંભાવના, મૌજુદગી અંગે શોધખોળ કરશે.

(4:20 pm IST)