Gujarati News

Gujarati News

News of Wednesday, 17th February 2021

જીએસટી ચોરી બદલ સમન્સ કે નોટીસ આવશે તો બેંક ખાતુ સીલ

અત્યાર સુધી જીએસટી ચોરી પુરવાર થયા પછી સીલ લગાવાતા હવે ડાયરેક એકશન : દંડની જોગવાઇમાં પણ અપીલમાં જતા પહેલા ૨૫% રકમ જમા કરવી પડશે

નવી દિલ્હી તા. ૧૭ : વસ્તુ અને સેવા કર (જીએસટી) ની ચોરી સામે આકરા પગલાની જોગવાઇ કરવામાં આવી રહી છે.

બજેટમાં થયેલ પ્રસ્તાવ મુજબ જો કોઇ વેપારીને જીએસટી ચોરી અંગે સમન્સ કે નોટીસ મળશે તો કર વિભાગ દ્વારા તુરંત તેમનું બેંક ખાતુ  અને મિલ્કતોને સીલ કરી દેવામાં આવશે.

હાલમાં પણ આ નિયમ લાગુ છે, પરંતુ જીએસટી ચોરી પુરવાર થયે ખાતા અને મિલ્કતો સીલ કરવામાં આવે છે. જયારે હવે એક પગલુ આગળ વિચારી માત્ર જીએસટી ચોરીનું સમન્ય કે નોટીસ જારી થતાની સાથે જ બેંક ખાતુ અન મિલ્કત સીલ કરી દેવાનો નિર્ણય અમલમાં મુકવાની વાત છે.

જીએસટી ચોરી મામલામાં સીજીએસટીની કલમ ૮૩ મુજબ નોટીસ કે સમન્સ મોકલવામાં આવે છે. ૧ ફેબ્રુઆરીના રજુ થયેલ બજેટમાં જીએસટી ચોરી સામે કડક પગલાઓની ભલામણો કરવામાં આવી છે. માર્ચના અંત સુધીમાં કેન્દ્ર તરફથી આ ફેરફારો અંગે અમલવારીના નિર્ણયો લેવાય જશે. જે તે રાજયોએ પણ આ અંગે નિર્ણયો જાહેર કરવાના રહેશે.

પ્રસ્તાવિક આ નિયમમાં ઇ-વે બીલમાં હેરાફેરી અને વસ્તુઓના આવાગમન પર નિયંત્રણ લાવવા ફેરફારો સુચવાયા છે. ઇ-વે બીલમાં હેરાફેરી કે નિયમ પાલન ન કરવા પર ભરવા પડતા દંડ સામે અપીલમાં જવાના નિયમમાં ફેરફાર લાવવાનો પ્રસ્તાવ છે. અપીલમાં જવા માટે દંડની રકમના ૨૫% પહેલા જમા કરવા પડશે. જે અત્યાર સુધી ૧૦% જમા કરવી પડતી હતી.

જીએસટી કાનુન વિશેષજ્ઞ અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ રાજેન્દ્ર અરોરાએ જણાવ્યા મુજબ સરકાર આ નિયમોથી લોકો થોડા હતોત્સાહ થવાની શકયતા છે. જેથી સરકારે સુનિશ્ચિત કરવુ પડશે કે આ નિયમોની અમલવારીથી કોઇને ખોટી પરેશાની ન થાય.

પ્રસ્તાવિક કાનુનથી ઇનપુટ ટેકસ ક્રેડીટ (આઇટીસી) માં ગડબડગોટાળાને બ્રેક લાગવાનો આશય છે. અત્યાર સુધી નિરધારીત ટેકસ ભરવાની વ્યવસ્થા હતી. જે તેમને રીફંડના રૂપમાં પાછો મળી જતો હતો. હવે સરકાર જણાવશે કે કઇ કઇ વસ્તુઓ પર નિરધારીત ટેકસ ચાલુ રાખવો અને શેમાં નહીં. આ અંગે નાણા ખાતાની સુચનાઓ જારી થશે.

(3:07 pm IST)