Gujarati News

Gujarati News

News of Wednesday, 17th February 2021

એક... બે... કે ત્રણ નહીં પણ

નાઇજીરીયાનો ૧૩૦ પત્નીવાળો પતિ : મૃત્યુ બાદ પણ બાળકો પેદા થયા હતા !!!

નાઇજીરીયા, તા. ૧૭ :  આજે એક એવા વ્યકિતની વાત કરવાની છે જેની ૧૩૦ પત્નીઓ અને ર૦૩ બાળકો છે. એક ગામની સંખ્યા જેવડો પરિવાર વસાવનાર નાજીરીયાના મોહમ્મદ બેલ્લો અબુબકર છે, જેનું મૃત્યુ ર૦૧૭માં થયેલ. પણ તે ફરી એકવાર ખબરોમાં આવ્યા છે.

કોરોના અને લોકડાઉન જોતા વિશ્વમાં જનસંખ્યા વિસ્ફોટ થવાની એકસપર્ટોએ વાત કરતા ૧૩૦ પત્નીઓવાળા અબુબકરનું નામ ફરી ચર્ચામાં બાળકો થયેલ કેમકે તેના મોતના સમયે તેની કેટલીક પત્નીઓ ગર્ભવતી હતી. હેરાનીની વાતતો એ છે કે ત્રણ માળના એક મકાનમાં ૧૩૦ પત્નીઓ રહેવા છતાં તેમની વચ્ચે કહી કોઇ ઝઘડો થયેલ નહીં તેઓ બધા શાંતીથી રહેતા હતા.

અબુકરનું અવસાન અચાનક થયેલ અને તેના થોડા સમય પહેલા જ તેણે સમગ્ર પરિવારને બોલાવી વાતચીત કરેલ. તેની અંતિમયાત્રામાં અનેક લોકો સામેલ થયેલ. જયારે તેમાં જીવીત હતા ત્યારે તેમને ઘણા વિરોધના સામનો કરવો પડેલ. લોકોએ જણાવેલ કે અબુએ ચાર સિવાય બધી પત્નીઓને તલ્લાક આપી દેવા જોઇએ જો કે તેમણે તેવું કરવાથી ઇન્કાર કરેલ. તેમના મુજબ આ લગ્નો શુધ્ધ છે અને ૧૩૦માંથી ૧૦ પત્નીઓ સાથે તલ્લાક પણ થઇ ગયેલ.

એકવાર તેમણે મીડીયાને જણાવેલ કે તેઓ પોતે લગ્ન કરવા ન માંગતા પણ લગ્ન થતા ગયા, સામાન્ય રીતે લોકો ૧૦ લગ્નથી પરેશાન થઇ જાય છે. મને ૧૩૦ પત્નીઓ સંભાળવાનો કાબેલ સમજયો એટલે મારા નસીબમાં આ લખેલું હતું. જયારે મહિલાઓએ જણાવેલ કે અબુબકરમાં એક ચમત્કારીક વાત હતી. તમે લગ્ન કરવા ઇન્કાર ન કરી શકો. અબુબકર હવે હયાત નથી પણ તેનો કેટલોક પરિવાર હજી. તે જ મકાનમાં રહે છે.

(3:06 pm IST)