Gujarati News

Gujarati News

News of Wednesday, 17th February 2021

રાજસ્થાનમાં નબળુ પડયું કૃષિ આંદોલન

કોંગ્રેસ સરકારના પ્રોત્સાહન છતાં ખેડૂતોમાં ઉત્સાહ નથી

જયપુર તા. ૧૭: કૃષિ કાનૂનો વિરોધી કિસાન આંદોલન રાજસ્થાનમાં પોતાના પગ નથી જમાવી શકયું રાજસ્થાનની કોંગ્રેસ સરકારના પ્રોત્સાહન છતાં ખેડૂતો આ આંદોલનમાં નથી જોડાઇ રહ્યા. રાજસ્થાન જાટ મહાસભાના પ્રમુખ રાજારામ મીલ છેલ્લા ઘણાં દિવસોથી પોતાના સાથીદારો સાથે શાહજહાંપુર બોર્ડર પર બેઠા છે. ગેહલોત સરકારના પ્રોત્સાહન છતાં પ્રદર્શનકારીઓની સંખ્યામાં સતત ઘટાડો થઇ રહ્યો છે.

રાજારામ મીલ જાટ બહુમતિવાળા વિસ્તારોમાં વારંવાર સંદેશ મોકલીને લોકોને શાહજહાંપુર બોર્ડર પર પહોંચવાની અપીલો કરી રહ્યા છે પણ પ્રદર્શનકારીઓ ત્યાં નથી જઇ રહ્યા. જાટ બહુમતિવાળા નાગૌર, બીકાનેર, સીકર અને ભરતપુર જીલ્લાઓમાં પણ કિસાન આંદોલનની અસર નથી દેખાતી. પંજાબ અને હરિયાણા નજીકના શ્રી ગંગાનગર અને હનુમાનગઢ જીલ્લાઓમાંથી કેટલાક પ્રદર્શનકારીઓ શાહજહાંપુર બોર્ડર પર પહોંચ્યા હતા પણ હવે તે લોકો પણ પાછા ફરવા લાગ્યા છે.

માકયા કિસાન આંદોલનને હવા દેવામાં લાગેલી છે. જો કે માકપાની અસરવાળા સીકર જીલ્લાના લોકો પણ આંદોલનમાં નથી જોડાઇ રહ્યા. આનાથી ચિંતીત નેતાઓ હવે સમર્થન મેળવવા માટે જીલ્લાઓમાં જઇ રહ્યા છે.

(3:00 pm IST)