Gujarati News

Gujarati News

News of Wednesday, 17th February 2021

લોન ભરપાઈ કરવા માટે ખાતેદાર જેટલો જ જવાબદાર જામીન છે : બેન્ક બરોડામાંથી 2 હજાર કરોડ અને પંજાબ નેશનલ બેન્કમાંથી 800 કરોડ રૂપિયાની લોન લીધી : લોન લેનાર કંપનીઓના જામીન બી.આર.શેટ્ટીને યુ.એ.ઈ.જવા ઉપર સરકારે લગાવેલી રોકને પડકારતી પિટિશન કર્ણાટક હાઇકોર્ટે ફગાવી

કર્ણાટક : યુ.એ.ઈ.સ્થિત લોન લેનાર કંપનીઓના જામીન બી.આર.શેટ્ટીને યુ.એ.ઈ.જવા ઉપર સરકારે લગાવેલી રોકને પડકારતી પિટિશન  કર્ણાટક હાઇકોર્ટેમાં કરવામાં આવી હતી.

પિટિશનમાં કરાયેલી રજુઆત મુજબ લોન લેનાર કંપનીઓ યુ.એ.ઈ.માં છે.તેના ઉપર ભારતની બેંકોને કાર્યવાહી કરવાની સત્તા નથી.ઉપરાંત પોતે માત્ર જામીન છે.અને યુ.એ.ઈ.ના નાગરિક હોવાથી ત્યાં જવા માંગે છે.તેમને રોકી શકાય નહીં.

પિટિશનરની દલીલ સામે એડવોકેટે જણાવ્યું હતું કે ભારતના એક નાના એવા સિક્કિમ જેવા રાજ્યના ત્રીજા ભાગના વાર્ષિક બજેટ જેટલી લોન કંપનીઓએ લીધી છે.જે પૈસા રોકાણકારોના છે.અને બેન્ક બરોડામાંથી 2 હજાર કરોડ અને પંજાબ નેશનલ બેન્કમાંથી 800  કરોડ રૂપિયાની લોન મળી કુલ 2800 કરોડ રૂપિયા જેટલી રકમની વસુલાત ન આવે તે બાબત  અર્થતંત્રને પણ હાનિ પહોંચાડનારી છે.જામીન પણ લોન ચૂકવવા માટે લોન લેનાર જેટલો જ જવાબદાર છે.ઉપરાંત તે લોન લેનાર કંપનીઓનો પ્રમોટર છે.

નામદાર કોર્ટએ ઉપરોક્ત બાબતોને માન્ય રાખી જામીનને વિદેશ જવા ઉપર સરકારે લગાવેલી રોકને માન્ય રાખતો ચુકાદો આપ્યો હતો.સાથોસાથ આવડી મોટી રકમની લોન આપતા પહેલા બેન્કોએ સિક્યુરીટીમાં કઈ મિલ્કતો લીધી હતી તે અંગે પણ પૃચ્છા કરી હતી.તેમજ લોન અંગેના નિયમો માં ફેરફાર કરવા વિષે આર.બી.આઈ.ને ટકોર કરી હતી.તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(2:09 pm IST)