Gujarati News

Gujarati News

News of Wednesday, 17th February 2021

પુડુચેરીના રાજકારણમાં મોટો ભૂકંપ: કોંગ્રેસ સરકાર લઘુમતીમાં આવી ગયા પગલે રાજ્યપાલ પદેથી અચાનક ગવર્નર કિરણ બેદીને હટાવી દેવાયા

કોંગ્રેસના ૪ ધારાસભ્યોના રાજીનામા બાદ પુડ્ડુચેરીના રાજકારણ અચાનક નવો વણાક આવ્યો છે.

પુડ્ડુચેરીના રાજ્યપાલપદેથી કિરણ બેદીને તાત્કાલિક અસરથી હટાવી દેવાતા મોટો ખળભળાટ મચી ગયો છે. જાણકારોના કહેવા મુજબ પુડુચેરીમાં મોટાભાગે રાષ્ટ્રપતિ શાસન આવી રહ્યું છે. એપ્રિલ મહિનામાં વિધાનસભાની ચૂંટણીઓ આવી રહી છે ત્યારે સૌની નજર હવે શું થશે તેના ઉપર મંડાઈ છે. મોટી નવા જુની સર્જાવાના એંધાણ નજરે પડે છે.

(12:00 am IST)
  • કર્ણાટકના પૂર્વ મુખ્ય પ્રધાન અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા સિદ્ધારમૈયાએ કહ્યું છે કે તેઓ રામ મંદિર માટે દાન નહીં આપે. તે જ સમયે, જેડીએસ નેતા અને ભૂતપૂર્વ સીએમ એચડી કુમારસ્વામીના નિવેદનથી વિશ્વ હિન્દુ પરિષદ ગુસ્સે ભરાયું છે : વિવાદિત નિવેદન આપતા સિદ્ધારમૈયાએ કહ્યું હતું કે, 'જો તેઓ મારી પાસે ભંડોળ માંગવા આવે તો હું કહીશ કે હું અયોધ્યાના "વિવાદિત" રામ મંદિર માટે દાન નહીં આપું. હું બીજે ક્યાંક પણ નિર્માણ પામનારા રામ મંદિર માટે દાન આપીશ. આ મામલો થાળે પડ્યો હોવા છતાં વિવાદ હંમેશા રહેશે જ!' access_time 12:20 am IST

  • દેશમાં કોરોના ધીમો પડ્યો :મૃત્યુઆંક 1.56 લાખને પાર પહોંચ્યો : રાત્રે 11 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 12,418 કેસ નોંધાયા :કુલ કેસની સંખ્યા 1, 09,49,546 થઇ :એક્ટિવ કેસ 1,34,244 થયા: વધુ 11,750 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 1,06,54,706 થયા :વધુ 89 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,56,038 થયા access_time 1:02 am IST

  • બ્રહ્મમૂહૂર્તમાં બદ્રીનાથના કમાડ ૧૮મેએ ખુલશે : નરેન્દ્રનગર : સુપ્રસિદ્ધ યાત્રાધામ બદ્રીનાથના કમાડ ૧૮મેના રોજ બ્રહ્મ મુહૂર્તમાં સવારે ૪:૧૫ કલાકે ખોલવામાં આવશે. અભિષેક માટે ૨૯ એપ્રિલે નરેન્દ્રનગર રાજ દરબારમાં સુહાગીન મહિલાઓ દ્વારા તલનું તેલ પૂરવામાં આવશે access_time 11:17 am IST