Gujarati News

Gujarati News

News of Wednesday, 17th February 2021

ન્યુયોર્કના મેયર પદના ઉમેદવાર એન્ડ્ર્યુ યાંગના કમપેન કો મેનેજર તરીકે સુશ્રી શશા નેહા આહુજાની નિમણુંક

ન્યુયોર્ક : ન્યુયોર્કના મેયર પદના ઉમેદવાર એન્ડ્ર્યુ યાંગના કમપેન કો મેનેજર તરીકે ઇન્ડિયન અમેરિકન મહિલા સુશ્રી શશા નેહા આહુજાની નિમણુંક થઇ છે.તેઓ ન્યુયોર્ક સીટી ઈક્વલ એમ્પ્લોયમેન્ટ પ્રેક્ટિસીસ કમિશનના ચેર પર્સન છે.

સુશ્રી શશા આ અગાઉ પણ મેયર પદ માટેના ચૂંટણી કમપેન સાંભળી ચુક્યા છે.તથા મેયર પદના વર્તમાન ઉમેદવાર  એન્ડ્ર્યુ યાંગના કમપેન માટે યુ ટ્યુબ ઉપર કામગીરી શરૂ કરી દીધી છે.હાલના કોવિદ -19 સંજોગોમાં સોશિઅલ મીડિયા દ્વારા પ્રચાર શરૂ કરી દેવાયો છે.તથા શહેરને વહેલી તકે કોરોના વાઇરસથી મુક્ત કરવા માટેનું આયોજન થઇ રહ્યું હોવાનું જણાવે છે.

સુશ્રી ગુપ્તા કોલંબિયા યુનિવર્સીટીની સોશિઅલ વર્ક વિષય  સાથેની માસ્ટર ડિગ્રી ધરાવે છે.

મેયર પદની ચૂંટણી નવેમ્બર માસમાં થશે તેવું ઈ.વે.દ્વારા જાણવા મળે છે.

(6:00 pm IST)