Gujarati News

Gujarati News

News of Monday, 17th February 2020

મુસલમાનોએ ટ્રસ્ટને લખ્યો પત્ર: કહ્યું- કબ્રસ્તાન પર ના બનાવો રામ મંદિર : કબરો હતી ત્યાં મંદિરનો પાયો કેમ રાખી શકાય છે ? !

પત્રમાં કહ્યું કબ્રસ્તાન પર ભવ્ય રામ મંદિર ન બની શકે. આ ધર્મની વિરુદ્ધ છે

 

અયોધ્યાઃ સુપ્રીમ કોર્ટના આદેશ બાદ અયોધ્યામાં ભવ્ય રામ મંદિર નિર્માણ માટે શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની રચના કરી દેવામાં આવી છે અને 19 ફેબ્રુઆરીએ ટ્રસ્ટની પ્રથમ બેઠક યોજાશે. આ વચ્ચે અયોધ્યાના કેટલાક મુસલમાનોએ વકીલના માધ્યમથી ટ્રસ્ટને એક પત્ર મોકલીને મુસલમાનોની કબરો પર રામ મંદિર ન બનાવવાનો આગ્રહ કર્યો છે. પત્રમાં કહેવામાં આવ્યું છે કે, આજે ભલે ત્યાં કબર ન જોવા મળે પરંતુ ત્યાંની 4-5 એકર જમીન પર મુસલમાનોની કબરો હતી તેવામાં ત્યાં મંદિરનો પાયો કેમ રાખી શકાય છે.

આશરે 9 મુસલમાનોએ વકીલના માધ્યમથી ટ્રસ્ટિઓને મોકલેલા પત્રમાં કહ્યું કે, કેન્દ્ર સરકાર દ્વારા 1993માં અયોધ્યામાં અધિગ્રહિત કરવામાં આવેલી 67 એકર જમીન સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ સરકારે રામ મંદિર નિર્માણ માટે આપી દીધી છે. તે જમીન પર મુસલમાનોની કબર હતી. તે જમીન આશરે 4-5 એકર છે. કેન્દ્ર સરકારે આ પાસા પર વિચાર ન કર્યો કે મુસલમાનોના કબ્રસ્તાન પર ભવ્ય રામ મંદિર ન બની શકે. આ ધર્મની વિરુદ્ધ છે.

પત્ર દ્વારા ટ્રસ્ટિઓને કહેવામાં આવ્યું છે કે તમે બધા હોશિયાર લોકો છો અને તમને હિન્દૂ સનાતન ધર્મની જાણકારી છે. તમારે લોકોએ તે વાત પર વિચાર કરવો જોઈએ કે શું રામ જન્મસ્થાન મંદિરનો પાયો મુસલમાનોની કબરો પર રાખી શકાય છે. ટ્રસ્ટ મેનેજમેન્ટે નિર્ણય કરવો પડશે.

(12:37 am IST)