Gujarati News

Gujarati News

News of Monday, 17th February 2020

મધ્યપ્રદેશની કમલનાથ સરકારે NPR લાગૂ કરવાનો ઈનકાર કર્યો

નોટિફિકેશન જાહેર થતા સંશય બનતા રાજ્યમાં લાગુ નહીં કરવા નિર્ણ્ય

 

ભોપાલ : નાગરિકતા સંશોધન કાનૂન વિરુદ્ધ દેશભરમાં ચાલી રહેલા વિરોધ પ્રદર્શન વચ્ચે મધ્યપ્રદેશની કોંગ્રેસ સરકારે મોટી જાહેરાત કરી છે. કમલનાથ સરકારે રાજ્યમાં NPR લાગૂ કરવાનો ઈનકાર કર્યો છે. રાજ્ય સરકારે કહ્યું કે, NPRની નોટિફિકેશન જાહેર થયાં બાદ જે પ્રકારનો સંશય બન્યો છે તેને લઈને નક્કી કરવામાં આવ્યું છે કે, પ્રદેશમાં NPR લાગૂ નહી થાય.

રાજ્ય સરકારે 09 ડિસેમ્બર 2019ના રોજ જાહેર થયેલી નોટિફિકેશન મામલે કહ્યું કે, કેન્દ્ર સરકારે પ્રદેશમાં NPRની નોટિફિકેશન જાહેર થયાં બાદ નાગરિકતા સંબંધિત બીલ પસાર કર્યું હતું અને સરકારનો સ્પષ્ટ મત છે કે કેન્દ્ર સરકારે પ્રદેશમાં NPRની નોટિફિકેશન જાહેર થયાં બાદ નાગરિકતા સંબંધિત બીલ પસાર કર્યું હતું અને સરકારનો સ્પષ્ટ મત છે કે, પ્રદેશમાં NPR લાગૂ નહી થાય.

ઉલ્લેખનિય છે કે, કમલનાથ સરકાર કેબિનેટ બેઠકમાં નાગરિકતા સંશોધન કાનૂનને પરત લેવાનો સંકલ્પ પસાર કરી ચૂકી છે. સંકલ્પમાં CAAને નિરસ્ત કરવાની માંગ કરવામાં આવી હતી. જ્યારે પ્રદેશના મુખ્યમંત્રી આ કાયદાને લઈને કહ્યું હતું કે, આટલા મહત્વપૂર્ણ વિષય પર કાનૂન બનાવતા પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્ર સરકારે દરેક રાજ્યોના મુખ્યમંત્રીઓને બોલાવીને ચર્ચા પણ કરી નહી.

(12:09 am IST)