Gujarati News

Gujarati News

News of Monday, 17th February 2020

હિંદુ મહાસભાના મુખિયાએ કહ્યું કોરોના વાયરસ એક અવતાર છેઃ માંસાહારીઓને સજા આપવા માટે આવ્‍યો છે

            અખિલ ભારતીય હિંદુ મહાસભાના રાષ્‍ટ્રીય અધ્‍યક્ષ સ્‍વામી ચક્રપાણી મહારાજએ કોરોના વાયરસને લઇ અજીબોગરીબ નિવેદન આપ્‍યું છે. એમણે કહ્યું કે કોરોના વાયરસ કોઇ બિમારી નથી પણ એક અવતાર છે જે માંસાહારીઓને સજા આપવા માટે આવ્‍યો છે.

            હિંદુ મહાસભાના રાષ્‍ટ્રીય અધ્‍યક્ષ સ્‍વામી ચક્રપાણી મહારાજએ કહ્યુ કે કોરોના વાયરસ એક અવતાર છે એમણે કહ્યું કે આ અવતાર નાના-મોટા જીવ જંતુઓની રક્ષા માટે જમીન પર ઉતરેલ છે. સ્‍વામી ચક્રપાણી મહારાજએ એમ પણ કહ્યું કે  ચીની રાષ્‍ટ્રપતિ જિનપિંગને કોરોનાની એક મુર્તિ બનાવવી જોઇએ. અને તેનાથી માફી માંગવી જોઇએ. ચક્રપાણી મહારાજએ એમ પણ કહ્યું કે આ મુર્તિની સામે ચીનીઓએ શપથ લેવા જોઇકે તે કયારેય પણ હવે માંસ નહી ખાય. અને માસુમ જાનવરોને નહી મારે આ પછી જ કોરોનાનો પ્રકોપ ખત્‍મ થશે.

            કોરોના વાયરસએ દુનિયાભરમાં તબાહી મચાવી રાખી છે ચીનના વુહાન શહેરથી શરૂ થયેલ આ વાયરસનો પ્રકોપ  હવે દુનિયાના મોટા ભાગમા ફેલાઇ ગયો છે. કોરોના વાયરસને કારણે મરનારાઓનો આંકડો ૧૭૭૦ સુધી પહોંચી ચુકયો છે.

(11:34 pm IST)