Gujarati News

Gujarati News

News of Monday, 17th February 2020

ઉતરપ્રદેશની યોગી સરકાર મંદિરોની સંપતિઓ પર કબ્જાની તૈયારીમાંઃ વિધિ આયોગએ શરૂ કરાવ્યો સર્વે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગયા વર્ષે ૯ માર્ચના જયારે કાશીની મુલાકાત કરી વિશ્વનાથ ધામનું ઉદઘાટન કર્યુ હતુ તો એમણે કહ્યું હતુ કે પ્રથમ વખત આજુબાજુની ઇમારતોને અધિગ્રહિત કરવામાં આવેલ છે. આનાથી ભોલેબાબાને મુકિત મળશે.

પી.એમ. મોદીના આ નિવેદનને એવા લોકોએ એક ધમકીના રુપમા જોયું હતુ.  જે કાશી વિશ્વનાથ કોરીડોરથી થવાવાળું મોટુે નુકસાન અને કુપ્રભાવને સમજી રહ્યા હતા. આ નિવેદનના ૧૦ માસની અંદર જ આ લોકોનો આ અંદાજ હવે મૂર્તરૂપ દેખાઇ રહ્યા છે. કારણ ઉતરપ્રદેશના વિધિ આયોગએ રાજયના બધા ધાર્મિક સ્થળોનો સર્વે શરુ કરી દીધો છે. કહેવામાં આવી રહ્યું છે કે આની પાછળનો હેતુ ધાર્મિક સંસ્થાઓ, મંદિરો વગેરેની સંપતિ પર કબજો કરવાનો છે.

નવજીવન ની પાસે વિધિ આયોગની  તે પ્રશ્નોતરી છે જે પર રાજય વિધિ આયોગની મોહર છે. આમા બધા ધાર્મિક સ્થળોના કાર્યકર્તાઓથી ૧૬ સવાલ પુછવામા  આવ્યા છે બતાવવામા આવી રહ્યું છે કે આ કવાયત ધાર્મિક સ્થળોના સંબંધમા અને કાનૂન બનાવવાની ભૂમિકા છે.

આ પ્રશ્નોતરીનુ શીર્ષક છે ધાર્મિક સ્થળ વિષયક કાનૂન બનાવવા સંબંધી ઉતર પ્રદેશ રાજયવિધિ આયોગ દ્વારા  તૈયાર કરવામાં આવી રહેલ પ્રતિવેદના સંબંધમા પ્રશ્નોતરી.

(11:27 pm IST)