Gujarati News

Gujarati News

News of Monday, 17th February 2020

હવે સ્ટ્રીલ પોલ બતાવશે ચાંદની ચોકનો ઇતિહાસઃ સુંદરતા એવી કે બસ તમે જોતા જ રહી જશો.

ચાંદની ચોકના લોકોની સાથે જ જુની દિલ્લી આવનારા - ખરીદનારાઓ અને પર્યટકો માટે રાહતભર્યા ખબર છે કે ૧પ માસથી  ચાલી રહેલ ચાંદની ચોકના પુર્નઃવિકાસના કાર્યને  પ્રથમ પડાવમા લાલ કિલ્લાની સામેથી ફૂવારા ચોક સુધીની નોન મોટર વ્હીકલ (એનએમવી ) લાંબી પદયાત્રીઓ માટે ખોલી નાખવામા આવી છે જો કે આને અંતિમ રૂપ આપવાનું કામ ચાલુ છે.

બંને તરફની  સડકને લાલ પથ્થરોથી બનાવવામા આવી રહી છે. સડકની બન્ને બાજુ  કિનારા પર વિજળીના બોકસ લગાવવામા  આવી રહ્યા છે. વચ્ચે ટ્રાન્સફોર્મર લગાવ્યુ છે.  જગ્યાએ જગ્યાએ ફાયર હાઇડ્રેડ પણ લગાવ્યા છે. જેથી આગ લાગવાને કારણે સ્થિતિ પર તુરંત કાબુ મેળવી શકાય.

પરિયોજનાથી જોડાયેલ લોકોના મુતાીબક જલ્દી આ ચરણનુ કામ પુરુ કરી સડકને પુરી રીતે ખોલી નાખવામાં આવશે. કાર્યકારી એજન્સી શાહજહા બાદ પુર્નવિકાસ નિગમના મુતાબિક સુપ્રીમ કોર્ટ દ્વારા દિલ્લીમાં ર૪ કલાક નિર્માણ કાર્યને મંજુરી આપવાથી  આ પરિયોજના પુરી કરવામા ઝડપ આવશે.

(11:26 pm IST)