Gujarati News

Gujarati News

News of Monday, 17th February 2020

બુર્કિના ફાસોનાં ચર્ચમાં આતંકી હુમલો 24 લોકોના મોત: 18 ઘાયલ :હુમલાખોરોનો અંધાધુંધ ગોળીબાર

ઉત્તર બુર્કીના ફાસોના એક ગામમાં પ્રોટેસ્ટંટ ચર્ચમાં સાપ્તાહિક સેવા સમારોહ વેળાએ હુમલો

 

આફ્રિકન દેશ બુર્કિના ફાસોમાં એક ચર્ચ ઉપર હુમલો થયો છે, જેમાં 24 લોકોનાં મોત નીપજ્યાં છે. સમાચાર એજન્સી એએફપીએ પ્રાંત રાજ્યપાલના હવાલાથી જણાવ્યું છે કે હુમલો રવિવારે ઉત્તર બુર્કીના ફાસોના એક ગામમાં પ્રોટેસ્ટંટ ચર્ચમાં સાપ્તાહિક સેવા સમારોહ દરમિયાન થયો હતો. બંદૂકધારીઓ દ્વારા કરવામાં આવેલા હુમલામાં ચર્ચના પાદરીનું પણ મોત નીપજ્યું છે, જ્યારે 18 લોકો ઘાયલ થયા છે.

સૈન્ય અધિકારી કર્નલ સલ્ફો કાબોરે પોતાના સત્તાવાર નિવેદનમાં જણાવ્યું છે કે સશસ્ત્ર આતંકવાદીઓ યાઘા પ્રાંતના પનસી ગામમાં ઘૂસી ગયા હતા અને શાંતિપૂર્ણ સ્થાનિક વસ્તી પર હુમલો કર્યો હતો.

(11:21 pm IST)