Gujarati News

Gujarati News

News of Monday, 17th February 2020

શાહીન બાગના પ્રદર્શનની જગ્યા બદલવા સુપ્રીમકોર્ટના મધ્યસ્થી પ્રદર્શનકારીઓ સાથે વાતચીત કરીને મનાવશે

બંને મધ્યસ્થી પ્રદર્શનકારીઓને એવી જગ્યાએ જવા માટે મનાવશે, જ્યાં કોઈ સાર્વજનિક જગ્યા બ્લોક નહીં થાય.

નવી દિલ્હી : દિલ્હીના શાહીન બાગ વિસ્તારમાં નાગરિકતા સંશોધન કાયદાના વિરોધમાં પ્રદર્શન કરી રહેલા લોકોને હટાવવાની માગની અરજી પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી 24 ફેબ્રુઆરી સુધી ટાળી દેવામાં આવી છે. 17 ફેબ્રુઆરીના રોજ સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કહ્યું કે, તેમની ચિંતા માત્ર એ વાતને લઈને છે કે લોકોએ હવે રસ્તાઓ પર પ્રદર્શન કરવાનું શરૂ કરી દીધુ તો શું થશે, એક સંતુલન હોવું જરૂરી છે.

સુપ્રીમ કોર્ટે વરિષ્ઠ વકીલ સંજય હેગડે અને સાધના રામચંદ્રનને પ્રદર્શનકારીઓ સાથે વાત કરવાની જવાબદારી સોંપી છે. આ બંને મધ્યસ્થી પ્રદર્શનકારીઓને એવી જગ્યાએ જવા માટે મનાવશે, જ્યાં કોઈ સાર્વજનિક જગ્યા બ્લોક નહીં થાય.

સુપ્રીમ કોર્ટે હવે દિલ્હી પોલીસ કમિશ્નરને એફિડેવિટ દાખલ કરવાનું કહ્યું છે. કોર્ટે કહ્યું કે, પાછલા 64 દિવસથી પ્રદર્શન થઈ રહ્યું છે, પણ તમે તેમને હટાવી શક્યા નહીં. હવે વાતચીત બાદ પણ સમાધાન નહીં નીકળશે તો અમે ઓથોરિટીને એક્શન લેવા માટે છૂટ આપી દેશું.

(10:10 pm IST)