Gujarati News

Gujarati News

News of Monday, 17th February 2020

પાકિસ્તાનના બલુચિસ્તાનમાં બોમ્બ બ્લાસ્ટ: બે પોલીસકર્મી સહીત 10 લોકોના મોત: 35 ઘાયલ

આત્મઘાતી હુમલાખોરે પોલીસ વાહનને નિશાન બનાવી : સમગ્ર વિસ્તારને ઘેરાબંધી

ક્વેટાઃ પાકિસ્તાનમાં બલુચિસ્તાનના ક્વેટામાં એક ભીષણ બોમ્બ ધડાકામાં 10 લોકોના મોત થયા જ્યારે 35 લોકોને ગંભીર ઈજા થઈ છે.

     સમાચાર એજન્સી રોયટરના રિપોર્ટ મુજબ આ એક આત્મઘાતી ધમાકો હતો જેણે એક પોલીસ વાહનને નિશાન બનાવીને અંજામ આપવામાં આવ્યો હતો. ધડાકામાં બે પોલીસકર્મીઓના પણ મોત થઈ ગયા છે. પાકિસ્તાની અખબાર 'ધ એક્સપ્રેસ ટ્રિબ્યૂન'એ પોતાના રિપોર્ટમાં કહ્યું કે, આ ધડાકો બલુચિસ્તાનની રાજધાની શરેઆ ઇકબાલ ક્ષેત્રમાં થયો ત્યારબાદ સુરક્ષા દળોએ આ વિસ્તારને ઘેરાબંધી કરી લીધી છે.

     ક્વેટા બલુચિસ્તાન પ્રાંતની રાજધાની છે, જેની સરહદ અફઘાનિસ્તાન ઇરાન સાથે પણ લાગે છે. હોસ્પિટલના એક અધિકારીના હવાલાથી રોયટરે જણાવ્યું કે, ઘટનાસ્થળેથી અત્યાર સુધી 10 મૃતદેહોને લાવવામાં આવ્યા છે. સમાચાર પત્ર ડોનના રિપોર્ટ પ્રમાણે, આ ઘડાકો ક્વેટા પ્રેસ ક્લબ નજીક થયો છે. ઈજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

(9:34 pm IST)