Gujarati News

Gujarati News

News of Monday, 17th February 2020

હવે કનૈયા કુમાર પર જનસભામાં ચપ્પલ ફેંકાયું: આરોપી યુવકની અટકાયત : પોલીસ કસ્ટડીમાં

લખીસરાયના ગાંધી મેદાનમાં કનૈયા કુમારની સભામાં હોબાળો

નવી દિલ્હી :'જન-ગણ-મન યાત્રા' પર નિકળેલા CPI નેતા અને JNU વિદ્યાર્થી સંઘના પૂર્વ અધ્યક્ષ કનૈયા કુમારને બિહારમાં ફરીવાર ભારે વિરોધનો સામનો કરવો પડ્યો છે. લખીસરાયમાં ગાંધી મેદાનમાં સભા માટે પહોંચેલા કનૈયા કુમાર પર એક યુવકે વિરોધ વ્યક્ત કરતા ચપ્પલ ઉછાળી. જો કે બાદમાં પોલીસે આરોપી યુવકને ભીડથી બચાવીને કસ્ટડીમાં લીધો.હતો

પ્રાપ્ત વિગતો અનુસાર લખીસરાયના ગાંધી મેદાનમાં કનૈયા કુમાર સોમવારે જનસભા સંબોધિત કરવા પહોંચ્યા. આ દરમિયાન કનૈયાની સભામાં હોબાળો થયો અને વિરોધ વચ્ચે એક યુવકે કનૈયાના મંચ તરફ ચપ્પલ ઉછાળી. જે બાદ કનૈયાના સમર્થકોએ યુવકની ધોલાઈ કરી ત્યાં હાજર પોલીસે આરોપી યુવકને ભીડથી બચાવ્યો અને કસ્ટડીમાં લીધો અને મારના લીધે ઘાયલ થયેલા યુવાનને પોલીસ હોસ્પિટલ લઈ ગઈ.

કનૈયા કુમાર તરફ ચપ્પલ ઉછાળનારા યુવાનનું કહેવું છે કે, કનૈયા દેશનો ગદ્દાર છે. તે દેશમાં દંગા કરાવવા માંગે છે. સાથે જ તેણે કહ્યું કે, વામપંછી વિચારધારા કામ નહી આવે. અમે તેને કોઈ પણ કિંમતે નહી છોડીએ.

(7:40 pm IST)