Gujarati News

Gujarati News

News of Monday, 17th February 2020

અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની કારને કોઈ કેમિકલ હુમલાની પણ અસર ન થાય

દરવાજાનું વજન બોઈંગના કેબિન ડોર જેટલું છે : બિસ્ટ તરીકે લોકપ્રિય પ્રમુખની ખાસ રીતે ડિઝાઈન થયેલ કાર ૨૪મી ફેબ્રુઆરી અમદાવાદ આવશે : શ્રેણીબદ્ધ વિશેષતા

નવી દિલ્હી, તા. ૧૭ : અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની સત્તાવાર સ્પેશિયલ ડિઝાઈન કરવામાં આવેલી કાર ૨૪મી ફેબ્રુઆરીના દિવસે અમદાવાદમાં ઉતરાણ કરશે. આ કાર સીધી રીતે મોટેરામાં સરદાર પટેલ સ્ટેડિયમ તરફ આગળ વધશે. આ કારને બિસ્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે. લિમોઝીનના વર્તમાન મોડલના સંદર્ભમાં કેટલીક વિગતો હાલમાં જાહેર કરવામાં આવી ચુકી છે. પ્રમુખની આ કારમાં અનેક પ્રકારની વિશેષતાઓ રહેલી છે. પ્રથમ અમેરિકી પ્રમુખ માટેની કાર ૧૯૧૦માં રજુ કરવામાં આવી હતી. એક દશકના ગાળા બાદ તત્કાલિન અમેરિકી પ્રમુખ પ્રથમ કેડિલેકની શરૂઆત કરી હતી. આ કારમાં અતિ આધુનિક વિશેષતા રહેલી છે. કારની બારીઓમાં ગ્લાસ અને પોલિકાર્બોનેટના પાંચ લેયર રહેલા છે.

        જે કોઈપણ પ્રકારના ગોળીબારથી બચાવી શકે છે. બીજી વિશેષતા એ પણ છે કે માત્ર ડ્રાયવરની બારી ત્રણ ઈંચ સુધી ખુલી શકે છે. પ્રોટેકશન માટે પણ ઘણી બધી ચીજો છે. જેમાં પમ્પ એકશન, શૂટ ગન, ટિયરગેસ, બ્લડ બેગનો સમાવેશ થાય છે. ડ્રાયવરની કેબિનમાં કોમ્યુનિકેશન અને જીપીએસ ટ્રેકિંગ સિસ્ટમ છે. બોડીમાં પાંચ ઈંચની જાડાઈ ધરાવતા ગ્રેડ આર્મડથી બનેલી બોડી છે જે સ્ટીલ, ટિટેનિયમ, એલ્યુમિનિયમ અને સિરામિક બોડી ધરાવે છે. વાહનના આગળના હિસ્સામાં ટિયરગેસ ગ્રેનેડ લોન્ચર્સ અને નાઈટ વિઝન કેમેરા લાગેલા છે. યુએસ સિક્રેટ સર્વિસથી ટ્રેનિંગ મેળવેલા ડ્રાયવર કોઈપણ પ્રકારની જટિલ સ્થિતિનો સામનો કરી શકે છે. આ કારમાં આગળની સીટ પર અમેરિકી ઉપપ્રમુખ અને પેન્ટાગોન સાથે સીધી રીતે કનેક્ટ થઈ શકે તે પ્રકારના ફોન છે. અમેરિકી પ્રમુખ સિવાય ચાર લોકો આમાં બેસી શકે છે. આ ઉપરાંત પેનિક બટન અને સ્વતંત્ર ઓક્સિજન સપ્લાયની વ્યવસ્થા પણ છે.

         ફ્યુઅલ ટેન્કમાં પણ વિસ્ફોટ રોકી શકે તે પ્રકારની વ્યવસ્થા છે. આની બારીઓ પાંચ ઈંચ જાડાઈ ધરાવે છે. જે બોઈંગ ૭૫૭ના કેબિનટ ડોરનું વજન ધરાવે છે. જ્યારે દરવાજાને બંધ કરવામાં આવે ત્યારે આ કાર કેમિકલ હથિયારો સામે પણ સુરક્ષિત થઈ જાય છે.

ટ્રમ્પની કારની વિશેષતા

અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની સત્તાવાર રીતે અને ખાસ રીતે ડિઝાઈન કરવામાં આવેલી કાર ૨૪મીએ અમદાવાદમાં ઉતરનાર છે. તેને બિસ્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે. તેની વિશેષતા નીચે મુજબ છે.

મોડલ----------------------------------------- લિમોઝીન

કેટેગરી-------------------------------- આર્મ્ડ લિમોઝીન

ડેબ્યુ-------------------------- ૨૪મી સપ્ટેમ્બર ૨૦૧૮

રિપ્લેસ કેડીલેક વન (ઓબામાની સત્તાવાર લિમોઝીન)

કારની બારી ગ્લાસ અને પોલી કાર્બોનેટના પાંચ સ્તર

વિશેષતા------------ માત્ર ડ્રાયવરની બારી ખુલી શકે

ડિફેન્સ પ્રોટેકશન પમ્પ એકશન શોટગન, ટીયરગેસ, બ્લડ બેગ

ડ્રાયવર કેબિન------- જીપીએસ ટ્રેકીંગ, કોમ્યુનિકેશન

બોડી--- પાંચ ઈંચના મિલેટ્રી ગ્રેડના આર્મર બનાવટ

બોડીની બનાવટ સ્ટીલ, ટ્રેટેનિયમ, એલ્યુમિનિયમ, સિરામિક

ફ્રન્ટ- ટિયરગેસ ગ્રેનેડ લોન્ચર, નાઈટ વિઝન કેમેરા

પાછળની સીટ પેન્ટાગોન સાથે કનેક્ટેડ સેટેલાઈટ ફોન

ટાયર-------------------- કેવલર રેનફોર્સ, સ્ટીલ રીમ

ચેસીસ---------------------------- રેનફોર્સ્ડ સ્ટીલ પ્લેટ

કારબૂટ---- ટીયરેગસ, ફાયર ફાયટર સિસ્ટમ રક્ષિત

(7:37 pm IST)