Gujarati News

Gujarati News

News of Monday, 17th February 2020

મોટેરા પર ઈંગ્લેન્ડ સામે ટેસ્ટ મેચ રમાય તેવી વકી

૮૦૦ કરોડના ખર્ચે મેદાન તૈયાર

નવી દિલ્હી , તા. ૧૭ : ૮૦૦ કરોડથી વધુના ખર્ચ સાથે તૈયાર કરવામાં આવેલા અમદાવાદના નવા મોટેરા સ્ટેડિયમનું ઉદ્ઘાટન અમેરિકી પ્રમુક ડોનાલ્ડ ટ્રમ્પ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરનાર છે ત્યારે આ મેદાન પર મેચને લઈને હવે ઉત્સુકતા વધી રહી છે. પ્રાપ્ત માહિતી મુજબ ભારતીય ટીમ ઈંગ્લેન્ડની સામે રમાનાર આગામી વર્ષની ઘરઆંગણેની શ્રેણીમાં બીજી ટેસ્ટ મેચ પિન્ક બોલ સાથે રમશે અને આ મેચ ગુજરાતમાં નવા મોટેરા સ્ટેડિયમ પર રમાશે. આ ઉપરાંત આગામી ઓસ્ટ્રેલિયાના પ્રવાસ દરમિયાન પણ ભારત ડે નાઈટ ટેસ્ટ મેચ રમશે. આ અંગેની માહિતી બીબીસીઆઈના અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ આપી છે.

(7:36 pm IST)