Gujarati News

Gujarati News

News of Monday, 17th February 2020

હિન્દીભાષી મહિલાએ મલયાલમ ભાષાની સાક્ષરતા પરીક્ષામાં પૂરા માકર્સ સાથે ટોપ કર્યું

પટણા તા. ૧૭ : બિહારના એક ગામથી રોજગાર મેળવવા ૬ વર્ષ પહેલાં પતિ સૈફુલ્લાહ સાથે કેરળ પહોંચેલી ૨૬ વર્ષની રામિયા નામની હિન્દીભાષી મહિલાએ મલયાલમ ભાષાની સાક્ષરતા પરીક્ષામાં ૧૦૦માંથી ૧૦૦ માર્ક મેળવીને ટોપ કર્યું છે. હિન્દીભાષી મહિલા દ્વારા મલયાલમ શીખવાના પ્રયાસને દૃષ્ટાંતરૂપ માનવામાં આવી રહ્યું છે.

૧૯ જાન્યુઆરીએ કેરળ રાજય સાક્ષરતા મિશને પ્રવાસી શ્રમિકો માટે ચાંગતિ (દોસ્ત) યોજના હેઠળ મલયાલમ ભાષાની પરીક્ષા રાખી હતી, જેમાં ત્રણ બાળકોની માતા રોમિયા પણ સામેલ થઈ હતી. પરીક્ષામાં તેણે ૧૦૦માંથી પૂરા ૧૦૦ માર્ક મેળવ્યા હતા. સાક્ષરતા મિશનના અધિકારીઓએ જણાવ્યા મુજબ આ યોજનાની શરૂઆત એર્નાકુલમ જિલ્લાના પેરામ્બુવુરમાં ૨૦૧૭ની ૧૫ ઓગસ્ટથી કરવામાં આવી હતી.

આ વિસ્તારમાં ઘણા પ્રવાસી મજૂરો રહે છે. ચાંગતિ યોજનાના બે તબક્કામાં લગભગ ૩૭૦૦ પ્રવાસીઓએ પરીક્ષા આપી હતી. ચાંગતિ યોજના માટે તૈયાર કરવામાં આવેલા 'હમારી મલયાલમ' નામની ચોપડી રોજિંદા જીવનમાં પણ ઘણી ઉપયોગી છે.

(3:52 pm IST)