Gujarati News

Gujarati News

News of Monday, 17th February 2020

ચીની સરકાર વુહાનના ઘરે-ઘરે પહોંચાડે છે ભોજન

વુહાનથી પરત આવેલી રાયપુરની વિદ્યાર્થીનીએ વર્ણવ્યા પોતાના અનુભવો

રાયપુરઃ. રાયપુરથી ચીનના વુહાનમાં અભ્યાસ કરવા ગયેલી અને ત્યાંથી પરત આવેલી એક વિદ્યાર્થીનીએ પોતાના ત્યાંના અનુભવો વર્ણવતા કહ્યું હતું કે ચીનના વુહાનમાં ૫ જાન્યુઆરી સુધી બધુ નોર્મલ હતુ. આ સમયે ત્યાં નવા વરસનો ઉત્સવ હોય છે, ત્યાંના રિવાજ મુજબ બજારો બંધ હતી. આ દરમ્યાન કોરોના વાયરસના સમાચારો આવવાના શરૂ થયા. પ્રશાસને બધાને ઘરમાં જ રહેવાની સૂચનાઓ જાહેર કરી હતી. ખાદ્ય સામગ્રીઓ પ્રશાસન દ્વારા ઘરો સુધી પહોંચાડવામાં આવતી હતી. મારી સેમેસ્ટર પરીક્ષાઓ પુરી થઈ ગઈ હતી, મારૂ રિઝર્વેશન હતુ એટલે હું ભારત આવી ગઈ. ત્યાર પછીની સ્થિતિ તો દેશ અને તમે સાંભળો જ છો. હું ત્યાંની મારી યુનિવર્સિટી અને મિત્રોના સતત સંપર્કમાં છું. ચીનથી સૌ પહેલા ભારત પરત આવનાર વિદ્યાર્થીનીએ આ માહિતી રાજસ્થાન પત્રિકાને આપી હતી. વિદ્યાર્થીનીએ જણાવ્યું, 'મારા પરત આવ્યા પચી પણ ત્યાં આપણા દેશના વિદ્યાર્થીઓ હતા, મારી યુનિવર્સિટી વુહાનની નજીક જ આવેલી છે. મારી યુનિવર્સિટીના સ્ટાફ સાથે અવારનવાર વાત થાય છે, હવે ત્યાં પરિસ્થિતિ થાળે પડી રહી છે.' તેણે પોતાની ઓળખ જાહેર ન કરવાની વિનંતી કરી હતી.

વિદ્યાર્થીની માતાએ કહ્યું, 'ત્યાં સ્થિતિ સામાન્ય થતા ઘણો સમય લાગશે. તેનુ સેમેસ્ટર બગડે તો ભલે બગડે તે અમને મંજુર છે. અમે દિકરીને ભારત સરકારની સૂચના મળે પછી જ ત્યાં મોકલશું.'

દરમ્યાન ચીનથી બે દિવસ પહેલા પછી ફરેલ એક મેડીકલની વિદ્યાર્થીની સહિત ચાર વિદ્યાર્થીઓ તપાસમાં સ્વસ્થ જણાયા છે પણ તકેદારીના પગલારૂપે તેમને એક મહિનો ઘરમાં જ તપાસ હેઠળ રખાશે.

(3:49 pm IST)