Gujarati News

Gujarati News

News of Monday, 17th February 2020

ઇન્ડિયા એશોશિએશન ઓફ લોસ એંજલસએ 1 ફેબ્રુઆરીના રોજ ભારતનો પ્રજાસત્તાક દિવસ ઉજવ્યો : ભારત તથા અમેરિકાનું રાષ્ટ્રગાન ,દેશભક્તિ સભર ગીતો તથા સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે કરાયેલી રંગેચંગે ઉજવણી : 300 ઉપરાંત ભારતીયોની ઉપસ્થિતિ


લોસ એંજલસ : તાજેતરમાં ઇન્ડિયા એશોશિએશન  ઓફ લોસ એંજલસના ઉપક્રમે  1 ફેબ્રુઆરીના રોજ ભારતનો પ્રજાસત્તાક દિવસ ઉજવાયો હતો.જે પ્રસંગે કાર્યક્રમની શરૂઆત ભારત તથા અમેરિકન રાષ્ટ્રગીતથી કરાઈ હતી .બાદમાં દેશભક્તી સભર ગીતોની રમઝટ બોલી હતી તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા.
બાદમાં એશોશિએશન ચેરમેન શ્રી સુનિલ શાહ તથા પ્રેસિડન્ટ શ્રી યોસેફ પોલોસએ સહુનું સ્વાગત કર્યું હતું તથા વાઇસ પ્રેસિડન્ટ શ્રી કનકસિંહ ઝાલા અને સેક્રેટરી શ્રી પ્રમેશ શાહએ ગેસ્ટ ઓફ ઓનર્સને આવકાર્યા હતા.એશોશિએશન ફાઉન્ડર સ્વ.ઈન્દરજીત સિંઘ તથા તાજેતરમાં અવસાન પામેલા તેમના પત્ની સ્વ.દીપી સિંઘને શ્રદ્ધાંજલિ અપાઈ હતી.આ તકે સીટી કાઉન્સિલ મેમ્બર્સ ,કોંગ્રેસમેન ,એસેમ્બલીમેન સહીત 300 ઉપરાંત લોકો હાજર રહ્યા હતા

 

(2:23 pm IST)