Gujarati News

Gujarati News

News of Monday, 17th February 2020

પં.દીનદયાળજીની ૬૩ ફુટ ઊંચી પ્રતિમાનું નરેન્દ્રભાઈ દ્વારા અનાવરણ

વારાણસીઃ પોતાના મતક્ષેત્ર વારાણસીમાં ૧૨૦૦ કરોડના વિકાસ કાર્યોના શુભારંભ અર્થે પહોંચેલ વડાપ્રધાન નરેન્દ્રભાઈએ જનસંઘના અધ્યક્ષ અને એકાત્મ માનવવાદની વિચારધારા આપનાર પંડીત દીનદયાળ ઉપાધ્યાયજીની ૬૩ ફુટ ઊંચી પ્રતિમાનું અનાવરણ કરેલ. નરેન્દ્રભાઈએ જણાવેલ કે પંડીતજીની આત્મા હંમેશા અમને હંમેશા પ્રેરણા આપત્તી રહે છે. પં.દીનદયાળજીએ અમને અંત્યોદયનો માર્ગ બતાવ્યો છે. એટલે કે સમાજના છેલ્લામાં છેલ્લા વર્ગનો ઉદય. ૨૧મી સદીનું ભારત આ વિચારથી પ્રેરણા લઈને અંત્યોદય માટે કામ કરી રહ્યું છે. આ ક્ષેત્ર, દીનદયાળજીની સ્મૃતિ સ્થળનું જોડાવુ, પોતાના નામ પડાવની સાર્થકતાને વધુ સશકત કરી રહ્યું છે. એવો મુકામ જયાં સેવા, ત્યાગ, વિરાગ અને લોકહિત બધા એક સાથે જોડાઈને એક દર્શનીય સ્થળના રૂપમાં વિકસીત થશે. અનાવરણ પ્રસંગે ઉત્તરપ્રદેશના રાજયપાલ આનંદીબેન પટેલ તથા મુખ્યમંત્રી યોગી આદીત્યનાથ પણ ઉપસ્થિત રહેલ.

(1:08 pm IST)