Gujarati News

Gujarati News

News of Monday, 17th February 2020

પાકિસ્તાનમાં હિન્દૂ યુવતીઓના ફરજીયાત ધર્માન્તર અને શાદી વિરુદ્ધ બ્રિટનમાં દેખાવો : પાકિસ્તાની હિન્દુઝ યુથ ફોરમ ,તથા સિંધી હિન્દૂ સ્ટુડન્ટ્સ ફેડરેશન અને માનવ અધિકાર કાર્યકરોએ પાકિસ્તાન દૂતાવાસ સામે દેખાવો કર્યા : 50 જેટલી હિંન્દુ યુવતીઓને ન્યાય અપાવવા માંગણી કરી

લંડન : બ્રિટન સ્થિત પાકિસ્તાની હિન્દુઝ  યુથ ફોરમ ,તથા સિંધી હિન્દૂ સ્ટુડન્ટ્સ ફેડરેશન ઓફ પાકિસ્તાન , ઉપરાંત માનવ અધિકાર કાર્યકરોના સમુહએ  તાજેતરમાં બ્રિટન સ્થિત પાકિસ્તાન દૂતાવાસ સમક્ષ દેખાવો કર્યા હતા
સમૂહના જણાવ્યા મુજબ પાકિસ્તાનમાં લઘુમતી હિન્દુઓની સલામતી નથી જ્યાં છાશવારે હિન્દૂ યુવતીઓના અપહરણ થાય છે એટલું જ નહીં તેમને ફરજીયાત ધર્માન્તર કરાવી શાદી કરવા મજબુર કરાય છે.અત્યાર સુધીમાં 50 ઉપરાંત હિન્દૂ યુવતીઓના અપહરણ કરી ફરજીયાત શાદી કરી લેવામાં આવી છે.જે બાબત ઘણી ગંભીર હોવાથી તે અંગે તાત્કાલિક પગલાં લેવા જોઈએ

(12:48 pm IST)