Gujarati News

Gujarati News

News of Monday, 17th February 2020

યુ.કે.સ્થિત ભારતીય મૂળના રેસ્ટોરન્ટ માલિકનું પ્રશંસનીય કૃત્ય : સ્વૈચ્છિક રીતે પ્લાસ્ટિક વાસણો અને કેરી બેગનો બહિષ્કાર કરી સ્ટીલના ટિફિન મુક્યા

લંડન : યુ.કે.માં 1960 ની સાલથી સ્થાયી થયેલા અને 2008 ની સાલથી રેસ્ટોરન્ટ વ્યવસાય સાથે જોડાયેલા ભારતીય મૂળના હૈરી ખીંડા નામક પરિવારે સ્વૈચ્છિક પણે પ્લાસ્ટિક વાસણો ,કેરી બેગ ,યુઝ એન્ડ થ્રો ,સહિતની ચીજોનો બહિષ્કાર કરી સ્ટીલના ટિફિન શરૂ કર્યા છે જેને ગ્રાહકો તરફથી ભારે પ્રતિસાદ સાંપડી રહ્યો છે.

તેઓ સ્ટીલના ટિફિન ઉપર 10 ટકા ડિસ્કાઉન્ટ પણ આપે છે જેથી આ વાસણો માત્ર એકવાર નહીં પરંતુ ધોઈને સાફ કર્યા બાદ એક કરતા વધુ વખત ઉપયોગમાં લઇ શકાય તથા પ્લાસ્ટિકનો ઉપયોગ પણ ઘટાડી શકાય

હૈરી ખીંડા પરિવાર સંચાલિત રેસ્ટોરન્ટના સંચાલકના જણાવ્યા મુજબ સ્ટીલના ટિફિન શરૂ કરવાની પ્રેરણા તેઓને તેમના પિતાજી માંથી મળી હતી જેઓ નોકરી કે વ્યવસાયના સ્થળે જતી વખતે ટીફીનનો ઉપયોગ કરતા હતા જે આજની તારીખમાં પણ સાચવી રાખેલ છે.

(12:22 pm IST)