Gujarati News

Gujarati News

News of Monday, 17th February 2020

વડાપ્રધાન મોદી વિરુદ્ધ સીપીઆઈ સાંસદ બિનોય વિશ્વમેં રાજયસભામા દાખલ કર્યો વિશેષાધિકાર ભંગનો પ્રસ્તાવ

ટે કેરલના મુખ્યમંત્રી પિનરાઈ વિજયનના નિવેદનને તોડી મરોડીને રજુ કર્યું હતું.

નવી દિલ્હી : કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા(સીપીઆઈ) ના સાંસદ બિનોય વિશ્વ્મે વડાપ્રધાન મોદી વિરુદ્ધ રાજયસભામાં વિશેષાધિકાર ભંગનો પ્રસ્તાવ દાખલ કર્યો છે. બિનોય વિશ્વમનો આરોપ છે કે વડાપ્રધાન મોદી પોતાના રાજકીય એજન્ડા માટે કેરલના મુખ્યમંત્રી પિનરાઈ વિજયનના નિવેદનને તોડી મરોડીને રજુ કર્યું હતું.

  બિનોય વિશ્વમ રાજયસભામા સેક્રેટરી જનરલને લખેલા પત્રમા લખ્યું છે કે મહત્વપૂર્ણ સદનનો ઉપયોગ પીએમ મોદીએ રાજયમાં મુખ્યમંત્રીના નિવેદનોને તોડી મરોડીને રજુ કર્યું છે. આવું તેમણે પોતાના રાજકીય હિતને સાધવા માટે કર્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું કહેવું છે કે નાગરિકતા સંશોધન અધિનિયમ સંશોધન( સીએએ), રાષ્ટ્રીયતા નાગરિકતા રજીસ્ટર અને નેશનલ પોપ્યુલેશન રજીસ્ટર વિરુદ્ધ દેશવ્યાપી વિરોધ પ્રદર્શનોને કટ્ટર તત્વો આયોજિત કરી રહ્યા છે. જેના માધ્યમથી એક લોકશાહી આંદોલનને ગેરકાનૂની કરાર આપવામા આવે છે.

 સમાચાર એજન્સીના જણાવ્યા અનુસાર એ ધ્યાનમા રાખવું જરૂરી છે કે મુખ્યમંત્રીએ કયારેય અને કોઈ પણ પરિસ્થિતિમા નાગરિકતા સંશોધન કાયદા વિરુદ્ધ લોકોના આંદોલનને કાયદેસરતા પર સવાલ નથી ઉઠાવ્યા. ના તો કોઈ સલાહ સૂચન આપ્યા છે. જેનો ઉલ્લેખ વડાપ્રધાન મોદીએ પોતાના નિવેદનમા કર્યો છે.

 સીપીઆઈ સાંસદે કહ્યું કે કેરલ સરકારનો વિરોધ કરવા માટે જનતા લોકતાંત્રિક અધિકારનું સમર્થન કર્યું છે. કેરલ રાજય સરકારને વિધાનસભામા વિવાદિત નાગરિકતા સંશોધન કાયદો પરત લેવા માટે પ્રસ્તાવ પણ મંજુર કર્યો છે.

ઉલ્લેખનીય છે કે, આ પૂર્વે કેરલના મુખ્યમંત્રી પિનારાઈ વિજયને દેશના ૧૧ ગેર ભાજપ શાસિત રાજયના મુખ્યમંત્રીને પત્ર લખીને નાગરિકતા સંશોધન કાયદાના વિરુદ્ધમા સમર્થન માંગ્યું હતું. વિજયને પત્રમાં ઈચ્છા જાહેર કરી કે કેરલ વિધાનસભામાં સીએએ વિરુદ્ધ પ્રસ્તાવ મંજુર કરવામા આવ્યો હતો. તેવી જ રીતે બીજા રાજ્યોના મુખ્યમંત્રીઓ પણ આમ જ કરે. તેમણે દિલ્હી,મધ્ય પ્રદેશ, રાજસ્થાન,બિહાર,મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, ઝારખંડ, ઓરિસ્સા, પંજાબ,પોંડેચરી અને પશ્ચિમ બંગાળના સીએમને પત્ર લખીને લોકતંત્ર અને દેશની ધર્મનિરપેક્ષતાને બચાવવાની અપીલ કરી છે

(12:12 pm IST)