Gujarati News

Gujarati News

News of Monday, 17th February 2020

BPCL ખાનગી હાથોમાં સોંપવાનો માર્ગ મોકળો

દેશની બીજા નંબરની ઓઇલ રિફાઇનરી છે : ૫૩.૨૯ ટકા હિસ્સો વેંચવા સરકારની યોજના છે

નવી દિલ્હી તા. ૧૭ : આંતર મંત્રાલય ગ્રુપે દેશની બીજા નંબરની મોટી ઓઇલ રિફાઇનરી કંપની ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લીમીટેડ (બીપીસીએલ)ને ખાનગીકરણ માટે વેચાણ બોલી દસ્તાવેજને મંજુરી આપી દીધી છે. કેબિનેટની મંજૂરી પછી બોલી માટેની નોટીસ બહાર પાડવામાં આવશે. આંતર મંત્રાલયથી સમુહ (આઇએમજી)માં નાણા, પેટ્રોલિયમ, વિધી કોર્પોરેટ તથા વિનીવેશ વિભાગના પ્રતિનિધિઓ સામેલ છે. ગ્રુપે કંપની માટે રૂચિપ ત્ર અને પીઆઇએમને મંજુરી આપી દીધી છે. આ બાબત સાથે સંકળાયેલા સૂત્રો અનુસાર આને હવે મંજૂરી માટે બનેલી વૈકલ્પિક વ્યવસ્થા સમક્ષ મુકવામાં આવશે. મંજુરી મળ્યા પછી સંભવિત ખરીદકર્તાઓ પાસેથી બોલી આમંત્રીત કરવા માટેનો રૂચિપત્ર બહાર પાડવામાં આવશે. ઇઓઆઇની સાથેની પીઆઇએમ આ મહિને બજારમાં મુકી શકાય છે. સરકારની યોજના બીપીસીએલમાં પોતાની ૫૩.૨૯ ટકા હિસ્સેદારી વેચવાની છે. સૂત્રોએ કહ્યું કે, બોલી માટે દ્વિસ્તરીય પ્રક્રિયા અપનાવવામાં આવશે. તેના હેઠળ પહેલા તબક્કામાં અનુરોધ પ્રસ્તાવ (આરએફપી) આમંત્રીત કરવામાં આવશે અને ત્યારપછી બીજા તબક્કામાં યોગ્ય બોલીદાતાઓ દ્વારા બોલીની પ્રક્રિયા થશે. બીપીસીએલની બજાર મૂડી ૧.૦૩ લાખ કરોડ રૂપિયા છે. હાલના ભાવે સરકારની હિસ્સેદારી ૫૪ હજાર કરોડ રૂપિયા છે.

(11:27 am IST)