Gujarati News

Gujarati News

News of Monday, 17th February 2020

બેંક ઓફ બરોડાનું લાઇસન્સ રદ્દ કરોઃ RBIને કોલકત્તા હાઇકોર્ટનો આદેશ

બેંકે ગેરંટી આપવામાં મોડુ કરતા યોગ્ય કાર્યવાહી કરવાની સલાહ

નવી દિલ્હી તા. ૧૭ : કલકત્તા હાઇકોર્ટના એક આદેશથી બેંક ઓફ બરોડાને મોટો ઝટકો લાગ્યો છે. કલકત્તા હાઇકોર્ટે આરબીઆઇએ બેંક ગેરંટી આપવામાં મોડુ થતાં બેંક લાઇસન્સને રદ્દ કરવા સહિત બેંક ઓફ બરોડા વિરૂધ્ધ યોગ્ય પગલા પર વિચાર કરવા માટે કહ્યું છે. કોર્ટ બેંક ઓફ બરોડા અને ઇન્ડિયન કોર્પ લિમિટેડ વચ્ચે સિમ્પ્લેકસ પ્રોજેકટ્સ લિમિટેડ અંગે એક બેંક ગેરંટ પર એક મામલાની સુનાવણી કરી રહી હતી. સિમ્પ્લેકસ પ્રોજેકટ્સ લિમિટેડ તરફથી ઇન્ડિયન ઓઇલ કોર્પ લિમિટેડને ૬.૬૭ કરોડ રૂપિયા શરત વગર બેંક ગેરંટી રૂપે ચુકવણી કરવા પર બેંક નિષ્ફળ રહ્યા બાદ આ મામલો સામે આવ્યો.

ન્યાયમૂર્તિ સંજીવ બેનર્જી અને ન્યાયમૂર્તિ કૌશિક ચંદાની ખંડપીઠે આદેશ  આપીને કહ્યું કે અપીલકર્તાઓના આચરણનું ધ્યાન રાખવું જોઇએ અને ભારતીય રીઝર્વ બેંકે એ વિચાર કરવો જોઇએ કે બેંક ઓફ બરોડાના લાઇસન્સને રદ્દ કરવા સહિત બેંક વિરૂધ્ધ યોગ્ય પગલા ભરી શકાય છે.

ઇન્ડિયન ઓઇલ કોર્પ લિમિટેડનો આરોપ છે કે સિપ્લેકસે તેમનો વાયદો પૂરો કર્યો નહોતો. ત્યારબાદ બેંક ગેરંટી લાગુ કરવા અંગે રજામંદી વ્યકત કરી હતી. તેના આધારે બેંક ગેરંટી વગર તત્કાલ ચૂકવણી અંગે રોકવાનો કોઇ અધિકાર નહોતો.

(10:58 am IST)