Gujarati News

Gujarati News

News of Monday, 17th February 2020

કેજરીવાલની કેબિનેટમાં એકપણ મહિલાને સ્થાન નહીં મળતા બોલિવૂડ સિંગર વિશાલ ડડલાની થયા નારાજ

વિશાલે કહ્યુ કે, આતિશીને કેબિનેટમા પદ નહીં મળતા હું નિરાશ થયો છું.

નવી દિલ્હી : દિલ્હીની કેજરીવાલ સરકારમાં છ ધારાસભ્યોએ પ્રધાન પદના શપથ ગ્રહણ કર્યા છે. જોકે એક પણ મહિલા ધારાસભ્યને પાર્ટીએ પ્રધાન પદનો મોકો આપ્યો નથી. આપના ધારાસભ્ય આતિશી માર્લાનાને કેબિનેટમાં સ્થાન ન આપતા જાણીતા સિંગર વિશાલ ડડલાનીએ નારાજગી વ્યક્ત કરી છે.

 વિશાલ ડડલાની પણ કેજરીવાલના શપથવિધિ સ્થળે પહોંચ્યા હતા અને ત્યાં તેએ કહ્યુ કે, આતિશીને કેબિનેટમા પદ નહીં મળતા હું નિરાશ થયો છું. તે એવી વ્યક્તિ છે કે, જેને દિલ્હીમાં કાર્ય કરવા માટે કોઈપણ પદની જરૂર નથી. વિશાલ ડડલાની આમ આદમી પાર્ટીના સમર્થક છે. તેમણે જ આમ આદમી પાર્ટીનુ થીમ સોંગ લગે રહો કેજરીવાલ ગાયુ હતુ.

(12:00 am IST)