Gujarati News

Gujarati News

News of Sunday, 17th February 2019

પાકિસ્તાની આર્મી પર આત્મઘાતી હુમલો : 9 સૈનિકના મોત : 11 ઘાયલ

બલુચિસ્તાન પાસે પાકિસ્તાની સેનાના કાફલા પર આત્મઘાતી હુમલો થયો છે જેમાં 9 જેટલા પાકિસ્તાની સૈનિકોના મોત થયા છે, જ્યારે 11 જેટલા ઘાયલ થયા છે.

ધ બલૂચિસ્તાન પોસ્ટના અહેવાલ મુજબ  બલૂચિસ્તાન લિબરેશન ફ્રંટ અને બલૂચ રિપબ્લિકન ગાર્ડ્સે ચીન-પાકિસ્તાન ઈકોનોમિ કોરિડોર (CPEC) રૂટ પર તુર્બત અને પંજપુર વચ્ચે પાકિસ્તાન આર્મી પર થયેલા હુમલાની જવાબદારી સ્વીકારી છે.
  આ હુમલામાં 9 પાકિસ્તાની સૈનિકોના મોત થયા છે, જ્યારે 11 લોકો ઘાયલ થયા છે.  આ હુમલો સાઉદી અરબના ક્રાઉન પ્રિંસ મોહમ્મદ બિન સલમાનના પાકિસ્તાન પહોંચવાના થોડા કલાક પહેલા જ થયો છે.
જમ્મુ-કાશ્મીરમાં આત્મઘાતી હુમલા બાદ ઉપ-મહાદ્વીપમાં તણાવ વધી ગયો છે. જ્યાં એક 20 વર્ષીય યુવકે વિસ્ફોટ ભરેલી એસયૂવી સીઆરપીએફના કાફલામાં ઘુસેડી દીધી. આ આત્મઘાતી હુમલામાં 40 જવાન શહીદ થયા હતા. પુલવામામાં થયેલી આ આતંકવાદી ઘટના બાદ ઈરાન અને ભારતે સાથે મળીને પાકિસ્તાન વિરુદ્ધ કડક સંદેશ જાહેર કર્યો હતો.

(11:27 pm IST)