Gujarati News

Gujarati News

News of Sunday, 17th February 2019

ટોચની ૧૦ કંપની પૈકીની ૯ કંપનીની મૂડીમાં ઘટાડો થયો

આરઆઈએલની માર્કેટ મૂડી સૌથી વધુ ઘટાડો : આઈટીસી માર્કેટ મૂડીમાં સૌથી વધુ વધારો જોવા મળ્યો

મુંબઈ, તા.૧૭ : શેરબજારમાં છેલ્લા સપ્તાહમાં કારોબાર દરમિયાન ટોચની ૧૦ કંપનીઓ પૈકીની નવ કંપનીઓની માર્કેટ મૂડીમાં સંયુક્તરીતે ૯૮૮૬૨.૬૩ કરોડ રૂપિયાનો ઘટાડો થયો છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રી અને એસબીઆઈની માર્કેટ મૂડીમાં સૌથી વધુ ઘટાડો થયો છે. એકમાત્ર આઈટીસીની માર્કેટ મૂડીમાં વધારો થયો છે. ટીસીએસ, એચડીએફસી બેંક, એસબીઆઈ, ઇન્ફોસીસ, કોટક મહિન્દ્રા, એચયુએલ, આઈસીઆઈસીઆઇ બેંકની માર્કેટ મૂડીમાં ઘટાડો થયો છે. શુક્રવારના દિવસે પુરા થયેલા સપ્તાહ દરમિયાન શેરબજારમાં અફડાતફડી જોવા મળી હતી. માર્કેટ મૂડીના આધાર ઉપર ગણતરી કરવામાં આવી રહી છે. છેલ્લા સપ્તાહના ગાળામાં સેંસેક્સમાં ૭૩૭ પોઇન્ટનો ઘટાડો રહ્યો હતો જેથી તેની સપાટી શુક્રવારના દિવસે ૩૫૮૦૮ની સપાટીએ રહ્યો હતો. મોસ્ટ વેલ્યુડ કંપનીની યાદીમાંથી આરઆઈએલની મૂડી ૨૧૪૫૬.૩૮ કરોડ ઘટી જતાં તેની મૂડી ઘટીને ૭૮૮૨૧૩.૧૨ કરોડ થઇ ગઇ છે. ટોચની ૧૦ કંપનીઓ પૈકીની આરઆઈએલની મૂડીમાં સૌથી મોટો કડાકો ોલાયો હતો. આવી જ રીતે એસબીઆઈની માર્કેટ મૂડીમાં ૧૯૭૨૩.૩૪ કરોડ રૂપિયાનો ઘટાડો થતાં તેની સપાટી ૨૩૪૬૭૨.૦૩ કરોડ થઇ ગઇ હતી. આવી જ રીતે ટીસીએસની માર્કેટ મૂડી ૧૧૯૫૧.૩૫ કરોડ ઘટીને ૭૬૨૦૭૧.૮૧ કરોડ થઇ ગઇ છે. છેલ્લા સપ્તાહના ગાળા દરમિયાન શેરબજારમાં ભારે અફડાતફડીનો માહોલ રહ્યો હતો. એચડીએફસી બેંક અને એચડીએફસીની માર્કેટ મૂડીમાં પણ નોંધપાત્ર ઘટાડો થઇ ગયો છે. એચડીએફસીની માર્કેટ મૂડી છેલ્લા સપ્તાહના ગાળા દરમિયાન ૧૧૭૨૫.૨૩ કરોડ સુધી ઘટી છે જ્યારે એચયુએલન માર્કેટ મૂડી આ ગાળામાં ઘટીને ૩૮૩૮૦૩.૦૮ કરોડ થઇ ગઇ છે.

આવી જરીતે આઈસીઆઈસીઆઈ બેંક અને ઇન્ફોસીસની માર્કેટ મૂડીમાં ક્રમશઃ ૮૨૯૩.૨૭ અને ૭૯૦૬.૯૨ કરોડ ઘટી ગઈ છે. છેલ્લા સપ્તાહના ગાળામાં એકમાત્ર આઈટીસીની માર્કેટ મૂડીમાં વધારો થયો હતો. શેરબજારમાં હાલમાં પ્રવાહી સ્થિતિના કારણે મૂડીરોકાણકારો પણ દિશાહિન થયેલા છે. આગામી દિવસોમાં શેરબજારમાં મોટી કંપનીઓની માર્કેટ મૂડીને લઇને કારોબારીઓમાં ચર્ચા રહે તેમ માનવામાં આવે છે. માર્કેટ મૂડીની દ્રષ્ટિએ આરઆઈએલ પ્રથમ સ્થાને છે પરંતુ ટીસીએસ પણ ફરી એકવાર તેની બિલકુલ નજીક પહોંચી છે. આવતીકાલથી શરૂ થતાં નવા સત્ર દરમિયાન ટોપની કંપનીઓ વચ્ચે માર્કેટ મૂડીને લઇને ફરી સ્પર્ધા થશે.

માર્કેટ મૂડીમાં ઘટાડો.....

મુંબઈ,તા. ૧૭ : શેરબજારમાંમ છેલ્લા સપ્તાહના ગાળા દરમિયાન ટોચની ૧૦ કંપનીઓ પૈકીની ૯ કંપનીઓની મૂડીમાં ઘટાડો થયો છે. કોની કેટલી માર્કેટ મૂડી ઘટી તે નીચે મુજબ છે.

કંપની

માર્કેટ મૂડીમાં ઘટાડો

કુલ માર્કેટ મૂડી

આરઆઈએલ

૨૧૪૫૬.૩૮

૭૮૮૨૧૩.૧૨

એસબીઆઈ

૧૯૭૨૩.૩૪

૨૩૪૬૭૨.૦૩

ટીસીએસ

૧૧૯૫૧.૩૫

૭૬૨૦૭૧.૮૧

એચડીએફસી

૧૧૭૨૫.૨૩

૩૨૨૫૩૧.૩૯

એચયુએલ

૯૬૦૦.૨૨

૩૮૩૮૦૩.૦૮

આઈસીઆઈસીઆઈ

૮૨૯૩.૨૭

૨૨૦૩૫૧.૪૭

ઇન્ફોસીસ

૭૯૦૬.૯૨

૩૨૪૦૪૪.૭૯

એચડીએફસી બેંક

૫૯૯૮.૬૬

૫૭૧૫૯૯.૯૨

કોટક મહિન્દ્રા

૨૨૦૭.૨૬

૨૪૪૯૪૩.૮૬

નોંધ : તમામ આંકડા કરોડમાં છે.

 

 

 

(8:14 pm IST)